હિંદુ કોલેજમાં બુરખો પહેરીને આવેલી વિદ્યાર્થીઓને પ્રવેશ ન અપાતા થયો હંગામો

ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં હિંદુ કોલેજની કેટલીક વિદ્યાર્થીઓને અહીંના વિદ્યાર્થીઓ માટે નિર્ધારિત યુનિફોર્મ કોડ હોવા છતા બુરખો પહેરવાના કારણે કોલેજમાં પ્રવેશ આપવામાં ના આવ્યો. વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે, તેમની કોલેજ તેમને બુરખો પહેરીને કોલેજ પરિસરમાં પ્રવેશ નહોતી કરવા દઈ રહી અને તેમણે ગેટ પર મજબૂરીમાં બુરખો ઉતારવો પડ્યો. આ મુદ્દા પર હવે રાજકારણ પણ શરૂ થઈ ગયુ છે. કેટલાક વિદ્યાર્થીઓએ ક્લાસ સુધી વિદ્યાર્થીનીઓ બુરખો પહેરી જઈ શકે તેવી પરવાનગી માંગી છે.

મામલો બુધવાર બપોરનો છે, જ્યારે કેટલીક વિદ્યાર્થીનીઓ બુરખો પહેરીને હિંદુ કોલેજના ગેટ પર પહોંચી. પરંતુ, તેમને ગેટમાંથી અંદર જવા દેવામાં ના આવ્યા. સૂચના મળવા પર સમાજવાદી પાર્ટી વિદ્યાર્થી સભાના અધિકારી પણ અહીં પહોંચી ગયા. ત્યારબાદ, એ મામલાને લઈને નિર્ધારિત નિયમો પર અડી રહેલા વિદ્યાર્થીઓ, સમાજવાદી વિદ્યાર્થી સભાના કાર્યકર્તાઓ તેમજ કોલેજના પ્રોફેસર્સ વચ્ચે મારામારી પણ થઈ ગઈ. હિંદુ કોલેજમાં થયેલા આ હંગામાનો એક વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

દરમિયાન, કોલેજના પ્રોફેસર ડૉ. એપી સિંહે કહ્યું કે, તેમણે અહીં વિદ્યાર્થીઓ માટે એક ડ્રેસ કોડ લાગૂ કર્યો છે અને જે કોઈપણ તેનું પાલન કરવાનો ઈન્કાર કરશે, તેને કોલેજ પરિસરમાં પ્રવેશ કરતા અટકાવી દેવામાં આવશે. જણાવી દઈએ કે, કોલેજે નવો ડ્રેસ કોડ એક જાન્યુઆરીથી લાગૂ કર્યો છે. તેના પર સમાજવાદી વિદ્યાર્થી સભાના સભ્યોએ બુરખાને કોલેજના ડ્રેસ કોડમાં સામેલ કરવા અને છોકરીઓને તેને પહેરીને પોતાના ક્લાસમાં જવાની પરવાનગી આપવા માટે એક આવેદન સોંપ્યું.

જાન્યુઆરી, 2022માં કર્ણાટકમાં પણ આવી જ સ્થિતિ પેદા થઈ ગતી. ઉડુપી જિલ્લાની ગવર્મેન્ટ ગર્લ્સ પીયૂ કોલેજની કેટલીક વિદ્યાર્થીનીઓએ આરોપ લગાવ્યો હતો કે તેમને ક્લાસમાં જતા અટકાવી દેવામાં આવ્યા, તો મોટાપાયે વિરોધ પ્રદર્શન થયુ. વિરોધ પ્રદર્શન દરમિયાન, કેટલાક વિદ્યાર્થીઓનો દાવો છે કે, હિજાબ પહેરવાના કારણે તેમને કોલેજમાં પ્રવેશ આપવામાં ના આવ્યો. આ મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો અને તેના પર રાજકારણ પણ થયુ હતું. મામલો કર્ણાટક હાઈકોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો, જેણે શિક્ષણ સંસ્થાનોમાં હિજાબ પ્રતિબંધને પડકાર આપનારી વિવિધ અરજીઓને રદ્દ કરી દીધી અને કહ્યું કે, હિજાબ પહેરવો એ ઈસ્લામની એક આવશ્યક ધાર્મિક પ્રથા નથી. તેમજ, સુપ્રીમ કોર્ટે 13 ઓક્ટોબરના રોજ આ મામલામાં ખંડિત નિર્ણય આપ્યો હતો.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.