હિંદુ પરિવાર પાસે દીકરીના લગ્ન માટે પૈસા નહોતા, મુસ્લિમ મહિલાએ બધો ખર્ચ ઉપાડ્યો

PC: amarujala.com

જ્યાં એક તરફ કેટલાક લોકો જાતિ અને ધર્મના નામે સમાજમાં ભાગલા પાડવાની કોશિશ કરે છે તો બીજી તરફ એવા લોકો પણ છે જે સમાજને ભાઈચારાનો સંદેશ આપી રહ્યા છે.  ‘આશ’ સંસ્થાના મહિલા પ્રમુખ સમ્યુન ખાને બરેલીમાં હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉદાહરણ  પુરુ પાડ્યું  છે. તેમણે આર્થિંક મુશ્કેલીનો સામનો કરી રહેલા એક હિંદુ પરિવારની દીકરીના લગ્ન કરાવી આપ્યા છે. બરેલીમાં જાણે કે સૌંહાર્દની શહનાઇ ગૂંજી ઉઠી હતી.

મશહૂર શાયર બશીર બદ્રનો એક શેર છે કે, सात संदूकों में भर कर दफ्न कर दो नफरतें, आज इंसां को मोहब्बत की जरूरत है बहुत। આ શેર ઉત્તર પ્રદેશના બરેલીમાં આવેલા સુભાષનગરની પાલ કોલોનીમાં મૂર્તિંમંત થતો જોવા મળ્યો. અહીં એક ગરીબ પરિવારની દીકરી તાન્યાનું કન્યાદાન મુસ્લિમ સમાજની સમ્યુન ખાને કર્યું હતું.

ભાઈચારો એ કોઈપણ પ્રગતિશીલ સમાજની મૂળભૂત જરૂરિયાત છે. પરંતુ સમાજ વિવિધ ધર્મો અને જાતિઓમાં વહેંચાયેલો છે. સમસ્યા એ છે કે ક્યારેક આ વિભાજન કડવાશનું કારણ પણ બની જાય છે. આવી સ્થિતિમાં અનેક પ્રસંગોએ સંવાદિતાનો દાખલો બેસાડવાની જરૂર છે. રવિવારે સુભાષ નગર પાલ કોલોનીમાં સંવાદિતાની આવી શહેનાઈ ગૂંજી ઉઠી હતી. તાન્યાના લગ્નમાં લખીમપુરથી પ્રેમકુમાર જાન લઇને આવ્યો હતો.

તાન્યાના માતા પિતાએ જાનૈયાઓનું સ્વાગત કર્યું હતું અને જ્યારે વરમાળા પહેરવાનોનો સમય આવ્યો ત્યારે તાન્યાના પિતા સંતોષ કુમારે સમ્યુન ખાનને કહ્યુ કે, લગ્નનો બધો ખર્ચ તો તમે કર્યો છે તો કન્યાદાન કરવાનો અધિકાર પણ તમને જ છે. સમ્યુન ખાને હિંદુ રિતીરિવાજ મુજબ તાન્યાનું કન્યાદાન કર્યું હતું અને તાન્યાને આર્શીવાદ આપ્યા હતા.

તાન્યાનો પરિવાર આર્થિક રીતે કમજોર છે, તેના પિતા સંતોષ સાગર મોચીનું કામ કરે છે અને માતા ઘરનું કામ કરે છે. તાન્યાના લગ્નતો નક્કી કરી નાંખ્યા હતા, પરંતુ  પૈસા ન હોવાને કારણે પરિવારને ચિંતા હતી કે લગ્ન કેવી રીતે થશે? કોવિડના સમયે આશ સંસ્થાના પ્રમુખ સમ્યુન ખાને આ વિસ્તારના અનેક લોકોની મદદ કરી હતી. એટલે તાન્યાના પિતાએ સમ્યુન ખાનને લગ્નનો ખર્ચ આપવા માટે વિનંતી કરી હતી. સમ્યુન ખાને કોઇ પણ આનાકાની વગર હિંદુ પરીવારની દીકરીના લગ્નનો તમામ ખર્ચ ઉપાડી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp