મધ્ય પ્રદેશ: શાળાએ ધો.10ની 4 હિંદુ ટોપર્સ છોકરીઓના હિજાબ સાથે પોસ્ટર મૂકતા બબાલ

મધ્ય પ્રદેશના દમોહમાં આવેલી ગંગા જમના શાળાના સંચાલકોએ ધોરણ 10મા ટોપર્સ રહેલા પોતાની શાળાના વિદ્યાર્થીઓના ફોટા જાહેર કર્યા તેમાં 4 હિંદુ છોકરીઓને પણ હિજાબ પહેરેલી દર્શાવાતા હિંદુ સંગઠનોએ વિરોધ કર્યો છે અને શાળાની માન્યતા રદ કરવાની માંગણી કરી છે. સંચાલકોએ 18 ફોટા જાહેર કર્યા છે, જેમાં 15 છોકરીઓ જે તમામ હિજાબમાં છે અને તેમાંથી 4 હિંદુ છોકરીઓ છે.
જ્યારે ટોપર્સના ફોટા મુકવામાં આવ્યા ત્યારે કોઇએ ફોટો ખેંચીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધા હતા જેને કારણે હિંદુ સંગઠનોએ વિરોધ શરૂ કર્યો હતો અને ગૃહ મંત્રી અને મુખ્યમંત્રીને શાળાની માન્યતા રદ કરવાની માંગણી કરી છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કલેક્ટકને તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ મામલો દમોહ સ્ટોરીના નામે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આ વિવાદ નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ સુધી પહોંચ્યો છે અને આયોગના અધ્યક્ષ પ્રિયંકા કાનુન્ગોએ ટ્વીટ પણ કર્યું છે.જો કે કેટલાંક વાલીઓનું કહેવું છે કે આ હેડસ્કાર્ફ એ શાળાના ડ્રેસ કોડનો એક ભાગ છે અને તે પહેરવું ફરજિયાત નથી.
ગંગા જમના શાળાની વિદ્યાર્થીનીએ મીડિયા સાથેની વાતમાં કહ્યું હતું કે, હું પણ ટોપર છું એટલો મારો ફોટો ફ્લેક્સમાં રાખવામાં આવ્યો છે. શાળામાં જન મન ગણ ગવડાવવામાં આવે છે અને' લબ પે આતી હૈ દુઆ બેંકર તમન્ના મેરી, ઝિંદગી હો શમા કી સુરત ખુદાયા મેરી એવી પ્રાર્થના ગવડાવવામાં આવે છે.
એક વાલીએ કહ્યું કે આ શાળાનો એક ડ્રેસ કોડ છે અને શાળામાં કોઇ ધાર્મિક પ્રચાર કરવામાં આવતો નથી. શાળાના સંચાલક ઇદરીશ ખાનનું કહેવું છે કે, જેને હિજાબ કહેવામાં આવે છે તે સ્કાર્ફ છે અને શાળાનો ડ્રેસ કોડ છે અને બધી વિદ્યાર્થીનીઓ પહેરીને આવે છે, બાળકો અને વાલીઓને કોઇ વાંધો નથી. શાળા 2010થી ચાલે છે અને બધા ધર્મના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.
શાળાના અન્ય સંચાલક શિવદયાલ દુબેએ કહ્યું કે, જેમની પાસે કોઇ કામ નથી એવા લોકો આ વિવાદ ઉભો કરી રહ્યા છે.મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, આ વાત ધ્યાન પર આવી છે. કોઇ પણ શાળા કોઇ પણ છોકરીને વસ્ત્રો માટે દબાણ કરી શકે નહી, જે તેની પરંપરામાં નથી. મુખ્યમંત્રીએ કહ્યુ કે તપાસ માટે આદેશ આપવામાં આવ્યા છે, તથ્યોને આધારે કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp