હિંદુઓ અનાથાશ્રમમાંથી બાળકોને દત્તક ન લે: BJP MP પ્રજ્ઞા ઠાકુરનું વિવાદિત નિવેદન

PC: Jansatta.com

ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને બેફામ નિવેદનો આપીને અનેક વખત પાર્ટીની મુશ્કેલીમાં મુકી દેનારા ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ફરી એક વખત વિવાદીત નિવેદન આપીને રાજકારણ ગરમાવી દીધું છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ભોપાલમાં કહ્યુ કે હિંદુઓ અનાથાશ્રમમાંથી બાળકો દત્તક ન લે.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના ભાજપના સાંસદ અને હમેંશા કટ્ટરવાદી વિચારધારા ધરાવતા સાધ્વી પ્રજ્ઞા ઠાકુર પોતાના વિવાદિત નિવેદન માટે જાણીતા છે. તેમણે ફરી એકવાર એવું નિવેદન આપ્યું છે જેને કારણે સનસનાટી ફેલાઇ ગઇ છે. ભોપાલમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે ખુલીને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. આ દરમિયાન તેમણે હિંદુઓને દેશની સુરક્ષા પર ધ્યાન આપવાની વાત કરી. ઓછા સંતાનો પેદા કરવાની હિંદુઓની વિચારધારા સામે પણ સાધ્વી પ્રજ્ઞાએ આપત્તિ બતાવી.

પ્રજ્ઞા ઠાકુરે ભોપાલમાં કહ્યું કે, એક તો આપણે હિંદુઓ ઓછા સંતાનો પેદા કરીએ છીએ અને પાછા અનાથાશ્રમમાંથી બાળક દત્તક લઇને પોતાને માતા-પિતા કહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. સાધ્વીએ કહ્યું કે હું આનો વિરોધ કરુ છું.આ ગતિવિધી દેશના હિતમાં નથી.

પ્રજ્ઞા ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે રોહિંગ્યાઓ આપણા દેશમાં આવ્યા હતા અને તેમના સંતાનો જુદા જુદા રૂપમાં આવ્યા હતા. તે અનેક પ્રકારના વેશ બદલીને અહીં રહે છે અને અહીં આતંકવાદી પ્રવૃત્તિઓ, ચોરી, ગુંડાગીરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે. તેમના બાળકો ક્યારેય દેશભક્ત ન હોય શકે.તેની ગેરંટી છે. એટલું જ નહી, પ્રજ્ઞા ઠાકુરે ગેરકાયદે રીતે ચાલી રહેલા અનેક સંગઠનો સામે પણ સવાલ ઉભો કરીને નિશાન સાધ્યું હતું. તેમણે મોઘલ શાસકોના મહિમા ગાતા લોકો સામે પણ આકરા પ્રહારો કર્યા હતો.

સાંસદ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું કે જે લોકો ઔરંગઝેબનો મહિમા કરે છે અથવા જેઓ મોઘલ શાસકોનો મહિમા કરે છે તે દેશદ્રોહી છે, જેમણે આપણા દેશને ગુલામ બનાવીને આપણને ત્રાસ આપ્યો હતો તેઓ તેમની મહિમા કરે છે તેઓ દેશદ્રોહી છે. આવા લોકોને ખતમ કરવા જોઈએ અને તેમને રાજદ્રોહની સજા મળવી જોઈએ.

ભોપાલના સાસંદ પ્રજ્ઞા ઠાકુરે મદરેસા વિશે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સાધ્વીએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં ચાલતા ગેરકાયદે મદરેસાઓના તાત્કાલિક બંધ કરી દેવા જોઇએ અને મદરેસાઓ દ્રારા ગેરકાયદે રીતે હડપી લેવામાં આવેલી જમીન પાછી લઇને વિકાસના કામોમાં લગાવવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp