રંગ લગાવવાથી બગડ્યો મામલો, ગુસ્સામાં છાંટી દીધું પેટ્રોલ અને લગાવી દીધી આગ

તેલંગાણાના મેડક જિલ્લામાં રંગ નાખવાથી વ્યક્તિને આગ લગાવી દેવાની ઘટના સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે, એક વ્યક્તિએ કથિત રીતે રંગ છાંટવા પર બીજા વ્યક્તિને આગ લગાવી દેવામાં આવી. પોલીસ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી હતી. પીડિતની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના મંગળવારે હોળી સમારોહ દરમિયાન રેગોડે મંડળના મારપલ્લી ગામમાં થઈ. આ ઘટનાને લઈને ગામના લોકો ખૂબ હેરાનીમાં છે. પોલીસના જણાવ્યા મુજબ, પીડિતે આરોપીને રંગ ન લગાવવાની અપીલ કરી હતી, પરંતુ આરોપીએ તેના પર રંગ લગાવી દીધો અને પછી તેના પર ગુસ્સે થઈ ગયો.

ત્યારબાદ આરોપીએ કથિત રીતે પીડિત પર પેટ્રોલ નાખ્યું અને આગ લગાવી દીધી. પોલીસે કહ્યું કે, પીડિત ગંભીર રૂપે ડાઝી ગયો છે અને હૈદરાબાદની એક હૉસ્પિટલમાં તેની સારવાર કરવામાં આવી રહી છે. કેસ નોંધીને આરોપીને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો છે. આગળની તપાસ ચાલી રહી છે. બીજી તરફ મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં મંગળવારે હોળી રમ્યા બાદ પોતાના મિત્રો સાથે નદી પર ગયેલા એન્જિનિયરિંગનો 21 વર્ષીય વિદ્યાર્થી નદીમાં ડૂબી ગયો.

એક અધિકારીએ જણાવ્યું કે, જલગાંવનો રહેવાસી જયદીપ પાટિલ તલેગાંવ દાભાડેની ડી.વાઇ. પાટીલ કોલેજમાં ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે. તે 10 અન્ય મિત્રો સાથે તહેવાર મનાવ્યાં બાદ રંગ ધોવા માટે પાસેની ઇન્દ્રાણી નદીમાં ગયો હતો. તલેગાંવ MIDC પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, તેના મિત્ર નદી કિનારે હતા. ત્યાં જયદીપ પાટીલ ઊંડા પાણીમાં જતો રહ્યો અને પોતાનું સંતુલન ગુમાવી દીધું. તેના મિત્રોએ બૂમાબૂમ કરી, ત્યારબાદ બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું.

બપોરે લગભગ 2:30 વાગ્યે તેનું શબ બહાર કાઢવામાં આવ્યું. ડૂબવાની અન્ય એક ઘટના મુંબઈના જુહુ સમુદ્ર કિનારાથી દૂર અરબ સાગરમાં 30 વર્ષીય વ્યક્તિનું મોત થઈ ગયું. તો દિલ્હીમાં હોળીના દિવસે મોટી ઘટના બની ગઈ. અહીં બે જૂથો વચ્ચે ઝઘડો થઈ ગયો. ત્યારબાદ મામલો એટલો વણસી ગયો કે છરો મારવાનું શરૂ થઈ ગયું. આ દરમિયાન વચ્ચે બચાવ કરવા આવેલા લોકો પર પણ છરા વડે હુમલો કરવામાં આવ્યો.

રિપોર્ટ્સ મુજબ, આ હુમલામાં 2 લોકોના મોત થઈ ગયા, જ્યારે લગભગ 5 લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા. દિલ્હી આઉટરના DCP હરેન્દ્ર સિંહે જણાવ્યું કે, PCRને બપોરે 1:36, 1:42 અને 1:47 વાગ્યે ફોન પર જાણકારી આપવામાં આવી કે મૂંડકાના ફ્રેન્ડ એન્કલેવ મૂંડકાની ગલી નંબર-7ના મકાન નંબર D-15Aમાં ઝઘડો થઈ ગયો, જેનાથી એક વ્યક્તિનું મોત થઈ ગયું અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થઈ ગયા.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.