કુતરાના કારણે 6 સ્કૂલોમાં રજા, આંગણવાડી પણ બંધ

PC: uniquetimes.org

કેરળમાં રસ્તા પરના કુતરાઓના આતંકથી લોકો પરેશાન થઇ રહ્યા છે. રસ્તા પરના કુતરાઓ લોકો પર હુમલા કરી રહ્યા છે. પરિસ્થિતિ એ થઇ ગઇ છે કે, લોકો બાળકોને ઘરની બહાર મોકલવાથી ડરી રહ્યા છે. તેને જોતા કોઝિકોડ જિલ્લામાં કુથલી પંચાયતે કુતરાઓના હુમલાથી બચવા માટે ક્ષેત્રની 6 સ્કૂલો અને 17 આંગણવાડીઓમાં સોમવારે રજાની ઘોષણા કરી છે.

આ નિર્ણય પંચાયત અધ્યક્ષે હાલમાં જ બનેલી એક ઘટનાને જોતા સહાયક શિક્ષણ અધિકારી અને મુખ્ય અધ્યાપકો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ લીધો છે. આ ઘટનામાં એક રસ્તા પરના કુતરાએ ચાર લોકોને બચકા ભર્યા છે. આ ઘટનામાં બે મહિલાઓ પણ હતી. તેમનામાં રેબીઝના લક્ષણો જોવા મળ્યા છે.

રસ્તા પર રખડતા કુતરાઓને પકડવું એક મુશ્કેલ કામ છે, તેથી બાળકોની સુરક્ષાને જોતા સુરક્ષાને જોતા શૈક્ષણિક સંસ્થાનોમાં એક દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે. બીજી બાજુ કુતરાઓના વધતા આતંકની અસર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજનાના કાર્યો પર પણ પડી રહી છે.

કૂથલી પંચાયત અધ્યક્ષ બિંદૂ કેકેએ કહ્યું કે, એક કુતરાને પકડવામાં આવ્યો છે. તેની લાળને રેબીઝ વાયરસની તપાસ માટે મોકલવામાં આવી છે. તેની સાથે જ સ્ટ્રીટ ડોગની સમસ્યાના સમાધાનનો નિર્ણય પંચાયત સતર્કતા સમિતિની બેઠકમાં લેવામાં આવશે.

પંચાયત અધ્યક્ષે કહ્યું કે, સ્કૂલમાં રજા આપવાનો નિર્ણય એક દુખદ ઘટના બાદ લેવામાં આવ્યો છે. કૂથલીમાં એક મહિલાને રસ્તા પરના કુતરાએ બચકું ભર્યું હતું. રેબીઝની વેક્સીનના બે ડોઝ લીધા બાદ પણ રેબીઝ વાયરસના કારણે તેનું મોત થયું હતું.

થોડા મહિના પહેલા એક અન્ય ઘટનામાં કન્નૂર જિલ્લાના મુઝુપિલાંગડમાં રસ્તા પરના કુતરાના એક સમૂહે 11 વર્ષના છોકરા પર હુમલ કરી દીધો હતો. તે બાળક ઓટિઝ્મથી પીડિત હતો. કુતરાઓના આ હુમલા બાદ તેનું મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp