ગૃહ મંત્રાલયે IPS અધિકારી અભિષેક જોરવાલ પર લગાવ્યો 5 વર્ષનો બેન
ગૃહ મંત્રાલયે શુક્રવારે બપોરે એક મોટો નિર્ણય લેતા 2011ની હરિયાણા કેડરના IPS અધિકારી અભિષેક જોરવાલને 5 વર્ષ માટે કેન્દ્રીય પ્રતિનિયુક્તિ અને કોઈ પણ વિદેશી કાર્યભાર માટે બેન કરી દીધા હતા. ગૃહ મંત્રાલયે અભિષેક જોરવાલને 14 જૂન 2023ના રોજ 5 વર્ષ માટે NIAમાં ડેપ્યુટેશન માટે મોકલ્યા હતા, પરંતુ તેને પણ રદ્દ કરી દેવામાં આવ્યું છે. IPS અભિષેક જોરવાલ મૂળ રૂપે રાજસ્થાનના જયપુરના રહેવાસી છે. તેમના પિતા એચ.એમ. મીણા રાજસ્થાન PWDના સેક્શન એન્જિનિયરના પદ પર રિટાયર્ડ છે.
તેમના માતા સંતોષ મીણા ગૃહિણી છે. બહેન અનુપમા જોરવાલ IAS અધિકારી છે. તેમના બનેવી અખિલેશ કુમાર ઉત્તર પ્રદેશમાં IPS અધિકારી છે. તો પત્ની ડૉ. કોમલ ડેન્ટલ સર્જન છે. આ અગાઉ IPS અધિકારી મણિલાલ પાટીદારને ભારતીય પોલીસ સેવામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. તો ગોવામાં છોકરી સાથે છેડછાડ કરવાના આરોપમાં કેન્દ્ર સરકારે DIGને સસ્પેન્ડ કરી દીધા. ગોવામાં ફરજ બજાવતા IPS અધિકારીને એક નાઇટ ક્લબમાં એક મહિલા સાથે છેડછાડના આરોપ બાદ તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવાનો આદેશ છે.
Ministry of Home Affairs ordered suspension of Indian Police Service (IPS) officer Dr A. Koan with immediate effect
— ANI (@ANI) August 16, 2023
Dr A. Koan is 2009 batch AGMUT Cadre officer. There was allegation against him of molesting a woman at a night club in Goa pic.twitter.com/EsuEBGGMSc
કોઆન 2009 બેચના AGMUT કેડરના અધિકારી છે. તેમના પર એક નાઈટ ક્લબમાં એક મહિલા સાથે છેડછાડનો આરોપ લાગ્યો હતો. સોમવારે મોડી રાત્રે રાજ્યના એક બીચ ક્લબમાં એક મહિલા પર્યટક સાથે કથિત રીતે દુર્વ્યવહાર કર્યો, જ્યારે તે પાર્ટી કરી રહી હતી. આ મુદ્દાને ગોવા ફોરવર્ડ પાર્ટીના અધ્યક્ષ વિજય સરદેસાઈ અને કલંગુટના ભાજપના ધારાસભ્ય માઇકલ લોબોએ રાજ્યની વિધાનસભામાં ઉઠાવ્યો અને IPS અધિકારી વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે અગાઉ કહ્યું હતું કે, રાજ્ય સરકારે પોલીસ અધિકારી વિરુદ્ધ આરોપના સંબંધમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયને લખ્યું હતું.
અમે તેને તેના કર્તવ્યોથી મુક્ત કરી દીધા છે અને તેમને મુખ્ય કાર્યાલય સાથે સંબંધ કરી દેવામાં આવ્યા છે. તે ગૃહ મંત્રાલય અધિકાર ક્ષેત્રમાં આવે છે. અમે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને લખ્યું છે. મને લાગે છે કે ગૃ મંત્રાલય આ અધિકારી પર કાર્યવાહી કરશે. હવે ગૃહ મંત્રાલયે તેમને સસ્પેન્ડ કરી દીધા છે. ગૃહ મંત્રાલયે આદેશમાં IPS અધિકારીને મંજૂરી વિના હેડક્વાર્ટર છોડવા પર રોક લગાવી છે. આ અગાઉ ડૉ. કોઆનને ગોવા DIG પદ પરથી હટાવી દીધા હતા. તેઓ દિલ્હી પોલીસમાં પણ મહત્ત્વના પદો પર રહ્યા છે. જો કે, IPS અભિષેક જોરવાલને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp