સમલૈંગિક લગ્ન પર સુપ્રીમમાં ખજુરાહોવાળો તર્ક, જુઓ શું કહ્યું કોર્ટે

PC: twitter.com

સમલૈગિક લગ્નને કાયદાકીય માન્યતા આપનારી માગવાળી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સતત બીજા દિવસે સુનાવણી થઈ, કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મેહતાએ આ કેસમાં બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પક્ષકાર બનવાની માગ કરી છે. તેને લઈને કેન્દ્રએ એક ફ્રેશ એફિડેવિટ પણ દાખલ કરી છે. તો અરજીકર્તાઓ તરફથી સીનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ ખજુરાહોના મંદિરની મૂર્તિઓનો સંદર્ભ આપતા કહ્યું કે, સમલૈંગિકતા હજારો વર્ષથી ઉપસ્થિત છે.

સુપ્રીમ કોર્ટે બુધવારે આ કેસને સમયબદ્ધ રીતે સમાપ્ત કરવાની જરૂરિયાત પર ભાર આપતા કહ્યું કે, અન્ય કેસ પણ છે, જેમને સુનાવણીની રાહ છે. મુખ્ય ન્યાયાધીશ ડી.વાઇ. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી 5 સભ્યોની સંવિધાન પીઠે એ સમયે આ ટિપ્પણી કરી, જ્યારે અરજીકર્તાઓમાંથી એક તરફથી ઉપસ્થિત વરિષ્ઠ એડવકેટ એ.એમ. સિંધવીએ કહ્યું કે, તેઓ સંભવતઃ ગુરુવારે ભોજનાવકાસ સુધી સમય લેશે. સંવિધાન પીઠ સતત બીજા દિવસે આ કેસની સુનાવણી કરી રહી હતી.

આ પીઠમાં ન્યાયાધિશ કિશન કૌલ, ન્યાયાધીશ એસ. આર, ભટ, ન્યાયાધીશ હિમા કોહલી અને ન્યાયાધીશ પી.એસ. નરસિંહા પણ સામેલ છે. ગુરુવારે પણ આ કેસની સુનાવણી ચાલુ રહી. કેન્દ્રએ સુપ્રીમને ભલામણ કરી કે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવાનો અનુરોધવાળી અરજીઓ પર સુનાવણીમાં પક્ષકાર બનાવવામાં આવે. કેન્દ્રએ કહ્યું કે, કેસ વિધાયિકાના અધિકાર ક્ષેત્ર સાથે જોડાયેલો છે તો બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિચાર જરૂરી છે.

તેણે 18 એપ્રિલે રાજ્યોને ચિઠ્ઠી મોકલીને સમલૈંગિક લગ્નોને માન્યતા આપવાના અનુરોધવાળી અરજીમાં ઉઠાવવામાં આવેલા મૌલિક મુદ્દાઓ પર તેમની પાસે ટીપ્પણીઓ માગી છે. એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, અરજીઓ પર સુનાવણી અને નિર્ણયનો દેશ પર મહત્ત્વપૂર્ણ પ્રભાવ હશે કેમ કે સામાન્ય લોકો અને રાજનૈતિક પાર્ટીઓ આ વિષય પર અલગ-અલગ વિચાર રાખે છે.

સમલૈંગિક મેરેજને કાયદાકીય માન્યતા માટે દલીલ આપતા અરજીકર્તાના વકીલ મુકુલ રોહતાગીએ ખજુરાહોની મૂર્તિઓનો સંદર્ભ આપ્યો. સમલૈંગિકતાને શહેરી શ્રેષ્ઠ વર્ગના વિચાર બતાવનાર તર્કની આડમાં રોહતાગીએ પોતાના ક્લાયન્ટની કહાની બતાવી. તેમણે કહ્યું કે, તેઓ જે અરજીકર્તાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તે એક નાનકડા શહેરથી છે. તેના માતા-પિતાએ પણ તેના સંબંધો સ્વીકાર્યા છે. અહી સુધી કે છોકરાના માતા-પિતાએ તેનું રિસેપ્શન પણ રાખ્યું.

આ એક નાનકડા શહેરની વાત છે અને માતા-પિતા પાછલી પેઢીના છે. રોહતગીએ કહ્યું કે, તમે ખજુરાહો જાઓ છો અને ત્યાં જે કામ-ક્રીડાને દેખાડવામાં આવી છે, તે હજારો વર્ષથી છે. તેના પર યુરોપનો કોઈ પ્રભાવ નથી. એ ત્યારથી છે જ્યારથી સમાજમાં અસ્તિત્વમાં આવ્યો. બ્રિટિશ પ્રભાવ માત્ર ત્યારે આવ્યો જ્યારે તેમણે કાયદો બનાવ્યો અને વિક્ટોરિયા મૉડલ થોપ્યું. સુનાવણી દરમિયાન CJI ડીવાઇ ચંદ્રચૂડે કહ્યું કે, સમલૈંગિકતા એક અર્બન એલિટિસ્ટ કન્સેપ્ટ છે.

આ દલીલના સમર્થનમાં સરકાર પાસે કોઈ ડેટા નથી. રાજ્ય કોઈ વ્યક્તિ વિરુદ્ધ ભેદભાવ નહીં કરી શકે. એ પણ તેની એવી કોઈ વિશેષતાના આધાર પર જેના પર તેનું પોતાનું વશ ન હોય. જ્યારે તમે તેને જન્મજાત ગુણના રૂપમાં જુઓ છો, તો એ પોતે જ અર્બન એલિટિસ્ટ કોન્સેપ્ટને કાઉન્ટર કરે છે. અર્બન કદાચ એટલે કે મોટા ભાગના લોકો શહેરોમાંથી આવે છે. સરકાર પાસે એ દેખાડવા માટે કોઈ ડેટા નથી કે સમલૈંગિક મેરેજ એક અર્બન એલિટિસ્ટ કોન્સેપ્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp