બળાત્કારનો દોષી રામ રહિમ પેરોલ પર બહાર આવી મિલિચન ફોલોઅર્સની કેક કાપી રહ્યો છે

PC: prabhatkhabar.com

રામ રહીમ પેરોલ પર જ બહાર છે. આ દરમિયાન તે ઘણા કાર્યક્રમોમાં સામેલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેના અન્ય ઘણા વીડિયો અને તસવીરો વાયરલ થઈ રહ્યા છે. હવે હનીપ્રીત સાથે કેક કાપવાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેના પર લોકો જાત-જાતની ટિપ્પણીઓ કરી રહ્યા છે. 13 ફેબ્રુઆરીના રોજ હનીપ્રીતે પોતાના ઇન્સ્ટાગ્રામ પર રામ રહીમ સાથે કેક કાપવાનો વીડિયો શેર કર્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે. હનીપ્રીતે જણાવ્યું કે, તેના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 10 લાખ કરતા વધુ થઈ ગઈ છે.

આ ખુશીમાં તેણે રામ રહીમ સાથે મળીને કેક કાપી છે. વીડિયોમાં હનીપ્રીત કહી રહી છે કે, કઈ રીતે શરૂઆત કરું, શબ્દ મળતા નથી, જિંદગી એટલી સુંદર ન હોત જો પિતા ન હોત. પિતાજી હંમેશાં પોતાની શિક્ષાઓ પર ચાલવાની પ્રેરણા અને ખુશીઓ આપતો રહ્યો. ચિંતા મને થાય છે, પિતા તારી રહમત પર, લોકો મને જ્યારે તારી દીકરી કહે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. @hindipatraka નામના યુઝરે લખ્યું કે, બળાત્કારના કેસમાં સજા ભોગવી રહેલો રામ રહીમ 6 મહિનામાં બીજી વખત જેલથી પેરોલ પર આવ્યો છે.

 
 
 
View this post on Instagram

A post shared by Honeypreet Insan (@honeypreet_insan)

દેશમાં ન્યાયિક પ્રક્રિયાનું મજાક કઈ રીતે ઉડાવવામાં આવી રહ્યું છે એ વીડિયોમાં નજરે પડે છે. @Azizkavish નામના યુઝરે લખ્યું કે, કાયદો અંધ હોય છે, બળાત્કારી રામ રહીમ જ્યારે ઈચ્છે ત્યારે જેલથી બહાર આવી જાય છે. વેલેન્ટાઇન ડેના દિવસે હનીપ્રીતના 10 લાખ ફોલોઅર્સ થવા પર કેક કાપી રહ્યો છે. @hasanWazahat નામના યુઝરે લખ્યું કે, પૈસા માણસને કેટલા આંધળા બનાવી દે છે, એક સ્ત્રી બળાત્કારીનું મહિમામંડન કરી રહી છે. અન્ય એક યુઝરે લખ્યું, રામ રહીમ સજા ભોગવી રહેલો ગુનેગાર છે, સેલિબ્રિટી નથી, જેમ હરિયાણા સરકાર કરી રહી છે તે ખોટું છે.

તેનો ઉપયોગ કરી રહી છે, જ્યારે તેના પર ગંભીર ગુનાઓમાં સજા મળી છે. તમામ લોકો સરકાર પર પ્રહાર કરી રહ્યા છે કે ગંભીર કલમો હેઠળ સજા મળ્યા બાદ પણ વારંવાર રામ રહીમ પેરોલ કેમ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે સાધ્વી યૌન શોષણ અને 3 કેસોમાં 20-20 વર્ષની સજા ભોગવી રહેલો રામ રહીમ ઉત્તર પ્રદેશના બરનાવા આશ્રમમાં 40 દિવસના પેરોલ પર છે. તે રોજ સત્સંગ અને દૈનિક કાર્યના વીડિયો બનાવી રહ્યો છે, પોતાના સમર્થકોને સંબોધિત કરી રહ્યો છે. આ અનુસંધાને જ્યારે હનીપ્રીત સાથે કેક કાપવાનો વીડિયો સામે આવ્યો તો તે વાયરલ થઈ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp