મહારાષ્ટ્ર: બેકાબુ કન્ટેનરે કારને ટક્કર મારી 10 લોકોને કચડી માર્યા,કારના ફુરચા

PC: twitter.com

એક કહેવત છે કે ન જાણ્યુ જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે. મહારાષ્ટ્રમાં એક હોટલમાં લોકો શાંતિથી જમી રહ્યા હતા ત્યારે એક બેકાબુ બસ હોટલમાં ઘુસી ગઇ હતી અને 10 લોકોના મોત થઇ ગયા છે.

મહારાષ્ટ્રના ધુળિયા જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. એક ઝડપભેર ટ્રકે અનેક લોકોને કચડી નાખ્યા છે. કન્ટેનરની અડફેટે 10 લોકોના મોત થયા છે. આ સિવાય ઘણા લોકો ઘાયલ પણ થયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક પુર ઝડપે આવેલું ક્ન્ટેનર હોટલમાં ઘૂસી ગયું હતું, જેને કારણે અનેક લોકો ઝપેટમાં આવી ગયા હતા. આ કન્ટેનર એટલી ઝડપે ચાલી રહ્યુ હતું અને બેકાબુ બન્યા પછી અનેક કારના કચ્ચરઘાણ વળી ગયા હતા. હોટલમાં બેઠેલો લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

ધુળિયા જિલ્લામાં મંગળવારે બેકાબુ બનેલું એક કન્ટેનર હોટલમાં ઘુસી ગયું જેને કારણે 10 લોકોના મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

ધુળિયા જિલ્લાની એક હોટલમાં મંગળવારે લોકો શાંતિથી જમી રહ્યા હતા ત્યારે તેમણે સપનેય વિચાર્યું ન હશે કે પળવારમાં તેમની જિંદગી છિનવાઇ જવાની છે.રસ્તા પર પુરઝડપે ચાલી રહેલું કન્ટેનર હોટલમાં ઘુસી ગયું હતું. આ હોટલમાં લોકોની ખાસ્સી ભીડ હતી અને કન્ટેનર ઘુસી જવાને કારણે લોકોએ ચીસાચીસ કરી મુકી હતી અને ભાગદોડ મચી ગઇ હતી.ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પહોંચી ગયો છે.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે મહારાષ્ટ્રની રાજધાની મુંબઇથી 300 કિલોમીટર આવેલા ધૂળિયા જિલ્લામાં મુંબઇ આગરા હાઇવે પર પલાસનેર ગામ પાસે મંગળવારે સવારે 10.45 વાગ્યે આ દુર્ઘટના બની છે. પોલીસે કહ્યું હતું કે, કેન્ટેનરની બ્રેક ફેઇલ થઇ જવાને કારણે ગંભીર ઘટના બની છે. કન્ટેનરે બે મોટરસાઇકલ અને એક કારને પાછળથી ટક્કર મારી હતી. આ વાહનોના પણ  ફુર્ચા ઉડી ગયા હતા.

પોલીસ અધિકારીએ કહ્યું કે, બધા વાહનોને અડફેટે લીધા પછી કન્ટેનર બસ સ્ટોપની પાસે આવેલી એક હોટલમાં ઘુસી ગઇ હતી અને પલટી મારી ઘઇ હતી. અધિકારીએ કહ્યું કે આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને 20 લોકોને ઇજા થઇ છે.બસ સ્ટોપ પર બસની રાહ જોઇ રહેલા લોકો પણ કન્ટેનરનો શિકાર બન્યા હતા.

અધિકારીએ કહ્યું કે કન્ટેનર મધ્ય પ્રદેશથી ધુળિયા તરફ જઇ રહ્યુ હતું. ઇજા પામેલા લોકોને શિરપુર અને ધુળિયાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp