અકસ્માતમાં એક જ પરિવારના 10 લોકોના મોત, 13 ઇજાગ્રસ્ત

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના મુરાદાબાદના દલપતપુર થી કાશીપુર હાઇવે પર ભીષણ રોડ અકસ્માત થઈ ગયો છે. પિકઅપ વાહન અને લોડિંગ વાહન (SDM) વચ્ચે ટક્કરમાં 10 લોકોના મોત થઈ ગઈ છે. 13 લોકો ઇજાગ્રસ્ત થઈ ગઈ છે. બધાને અલગ અલગ હૉસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ભત્રીજીના લગ્નમાં પરિવાર ચોખા આપવા નીકળ્યો હતો. ઘટનાની જાણકારી મળતા જ SSP અને અન્ય અધિકારી ઇજાગ્રસ્તોને જોવા માટે હૉસ્પિટલ પહોંચ્યા હતા.

રિપોર્ટ્સ મુજબ, મુરાદાબાદના ભગતપુર પોલીસ સ્ટેશન ક્ષેત્રના દલપતપુર-કાશીપુર હાઇવે પર ખેરખાતે ગામની પાસે લોડિંગ વાહન (SDM) અને પિકઅપ વાહનની સામસામે ટક્કર થઈ ગઈ. ત્યારબાદ લોડિંગ વાહન પિકઅપ પર પલટી ગયું. ઘટનામાં પિકઅપ સવાર બંને વાહનો વચ્ચે દબાઈ ગયા. આ ઘટનામાં એક જ પરિવારના 10 લોકોના મોત થઈ છે. તો 13 લોકો ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયા છે. મૃતકોમાં બાળકો અને મહિલાઓ સામેલ છે. ઘટનાની જાણકારી મળતા જ ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ અને અન્ય લોકોએ વાહન નીચે દબાયેલા લોકો બહાર કાઢ્યા અને સારવાર માટે અલગ અલગ હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા.

પોલીસે જણાવ્યું કે, પિકઅપ વાહનમાં મહિલા અને પુરુષ સાહિલ કુલ 26 લોકો સવાર હતા. જિલ્લા પ્રશાસને ઇજાગ્રસ્તોની બધી સારવારની વ્યવસ્થા કરી છે. મૃતકોની ઓળખ આસિફા, રજિયા, હનિફ, ગુસરાફા, મુનિજા, આલમ, હૂકુમત અને જુબેર તરીકે થઈ છે. રિપોર્ટ્સ મુજબ, ભોજપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કોરવાકુ ગામના રહેવાસી અબ્બાસ તેના ભાઈ શબ્બિર પોતાની બહેન મેન્સરની દીકરી અને દીકરાના લગ્નમાં સામેલ થવા માટે પિકઅપથી રામપુર જઈ રહ્યા હતા.

આ દરમિયાન પિકઅપમાં મહિલાઓ બાળકો સહિત 26 લોકો સવાર હતા. આ દરમિયાન લોડિંગ વાહન ટેંકરે દલપતપુર-કાશીપુર રોડ પર પિકઅપની ભીષણ ટક્કર મારી દીધી. આ અકસ્માત થતા જ ઘટનાસ્થળ પર બૂમાબૂમ થઈ ગઈ. ત્યારબાદ તાત્કાલિક સ્થાનિક લોકો પહોંચ્યા. જાણકારી મળતા જ નજીકના પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી. બીજી તરફ SDM અને પિકઅપમાં સવાર બધા ઇજાગ્રસ્તો અને મૃતકોના બહાર કાઢવામાં આવ્યા, જેમાંથી 10 લોકોના ઘટનસ્થળ પર જ મોત થઈ ગયા, જ્યારે ઘણા લોકો ગંભીર ઇજાગ્રસ્ત થઈ ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp