મણિપુરમાં એક યુવકને જીવતો સળગાવવાનો વીડિયો આવ્યો સામે, INDIA ગઠબંધને ...

PC: twitter.com/2024_For_INDIA

મણિપુરમાં હિંસા અત્યાર સુધી થોભવાનું નામ લઈ રહી નથી. હાલની ઘટનામાં આદિવાસી યુવકને જીવતો સળગાવવાનો 7 સેકન્ડનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કથિત રૂપે રવિવારે મણિપુરના ઘણા વૉટ્સએપ ગ્રુપોમાં આ વીડિયોને શેર કરવામાં આવ્યો હતો. હિંસા પ્રભાવિત મણિપુરથી વધુ એક ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ વિપક્ષે સોમવારે સખત પ્રતિક્રિયા વ્યક્ત કરી છે, જેમાં એક આદિવાસી વ્યક્તિના શબ પર ખીણમાં આગ લગાવતા જોઈ શકાય છે.

આ વાયરલ વીડિયો પર પોલીસે કહ્યું કે, મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે વીડિયો મે મહિનાની શરૂઆતનો પ્રતીત થાય છે અને અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. તેણે લઈને INDIA ગઠબંધને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે અને કહ્યું કે, આ ઘટના ખૂબ જ દુઃખદ અને શરમજનક છે. વિપક્ષી ગઠબંધન INDIAએ એક ધૂંધળી વીડિયો ક્લિપ શેર કરતા X (અગાઉ ટ્વીટર) લખ્યું કે, ‘આ મણિપુરથી છે!! મણિપુરમાં કુકી આદિવાસી યુવકને જીવતો સળગાવી દેવામાં આવ્યો. નિધનની ઘટના ખૂબ જ દુઃખદ અને શરમજનક છે. મોદીજી પાડોશી દેશ બાબતે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ મણિપુરને બચાવવામાં નિષ્ફળ રહ્યા..’

7 સેકન્ડનો આ વીડિયો રવિવારે મણિપુરના ઘણા વૉટ્સએપ ગ્રુપોમાં શેર કરવામાં આવ્યો. વીડિયોમાં કથિત એ યુવક કાળું ટી-શર્ટ અને પાતલૂનમાં એક ખીણમાં પડેલો નજરે પડી રહ્યો છે. તેના ચહેરાને કચડી દેવામાં આવ્યો છે, તો શરીરમાં આગ લાગી છે. INDIA બ્લોક પાર્ટનર અને શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આ ઘટના પર પ્રતિક્રિયા વ્યક્તિ કરી છે. તેમણે લખ્યું કે, મણિપુરથી સામે આવેલા વધુ એક ભયાનક વીડિયોમાં, એક આદિવાસી વ્યક્તિના શરીર પર ખીણમાં આગ લગાવતા જોઈ શકાય છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે, વીડિયો મે મહિનાની શરૂઆતનો પ્રતીત થયા છે. મણિપુર હિંસા પર અત્યારે પણ ચર્ચા અને સમાધાન કરવામાં આવ્યું નથી.

હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ કુકી અને મેતેઇ સમુદાયોના વિરોધ પ્રદર્શન બાદ રાજ્ય સરકારને અનુસૂચિત જનજાતિ (ST)ની શ્રેણીમાં મેતેઇ સમુદાયને સામેલ કરવા પર વિચાર કરવા માટે કહ્યા બાદ પૂર્વોત્તર રહ્યા મણિપુરમાં 3 મેના રોજ હિંસા ભડકી ઉઠી હતી. રવિવારે જિલ્લા પ્રશાસને ઇમ્ફાલમાં પૂર્વમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરીને કોઈ પણ જુલૂસ, રેલી, વિરોધ અને કાયદાકીય સભા કે સાર્વજનિક બેઠકો પર તાત્કાલિક પ્રભાવથી પ્રતિબંધ લગાવી દીધો હતો. જિલ્લા મેજીસ્ટ્રેટે એક અધિસૂચનામાં કહ્યું કે, 5 કરતા વધુ લોકોની સભાથી જિલ્લામાં સાર્વજનિક શાંતિ ભંગ થવાની સંભાવના છે અને તેને રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી આવશ્યક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp