બાળક ન થતા સાસરા પક્ષ મહિલાને તાંત્રિક પાસે લઈ ગયા હાડકાનો પાવડર ખવડાવ્યો

PC: amarujala.com

મહારાષ્ટ્રના પુણેમાં એક ચોંકાવી દેનારી ઘટના સામે આવી છે. એક મહિલાને કાળા જાદુની પ્રથા હેઠળ મૃત લોકોના હાડકાંમાંથી બનાવવામાં આવેલા પાવડરને ખાવા માટે મજબૂર કરવામાં આવી હતી. એક તાંત્રિક દ્વારા ગર્ભ ધારણ કરવા માટે જ્યારે મહિલાને તે પાઉડર ખાવા માટે મજબૂર કરવામાં આવી તો તેના પતિ અને સાસરી પક્ષના લોકોએ તાંત્રિકનો સાથ આપ્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ બે કેસ નોંધ્યા છે.

પહેલા કેસમાં પીડિતાએ આરોપ લગાવ્યો છે કે તેના સાસરી પક્ષના લોકોએ 2019માં લગ્નના સમયે કરિયાવરની માંગણી કરી હતી. દહેજમાં કેટલાંક રોકડા, સોના અને ચાંદીની જ્વેલરી સામેલ હતી. બીજા મામલામાં પોલીસને મળેલી ફરિયાદ પ્રમાણે, મહિલાને લગ્ન પછી ઘણી રીતની આવી અંધવિશ્વાસ ભરેલી ગતિવિધિઓમાં જબરજસ્તી ભાગ લેવા મજબૂર કરવામાં આવી અને કાળા જાદુની વિધિમાં પણ સામેલ કરવામાં આવી હતી.

પોલીસે કહ્યું છે કે મામલામાં મહિલાએ કહ્યું કે ઘણી અમાસ દરમિયાન પીડિતાના સાસરી પક્ષના લોકોએ તેને અંધવિશ્વાસ ભરેલી કેટલીક વિધિમાં સામેલ થવા માટે મજબૂર કરી અને કેટલાંકમાં રીત રિવાજ કહીને જબરજસ્તી એક અજ્ઞાત સ્મશાનમાં લઈ જવામાં આવી હતી અને માનવ હાડકાંનો પાઉડર ખાવા માટે મજબૂર કરી હતી.

પુણે શહેરના પોલીસ ઉપયુક્ત સુહૈલ શર્માએ આ ઘટના અંગે વાત કરતા કહ્યું કે સાસરી પક્ષના લોકો અન્ય એક પ્રકારનો રિવાજ કહીને તેને કોંકણ ક્ષેત્રના કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. જ્યાં તેને ઝરણાંની નીચે અઘોરી પ્રથામાં સામેલ કરવા માટે મજબૂર કરી હતી. આ સાધનાઓ દરમિયાન વીડિયો કોલ દ્વારા ફોન પર એક તાંત્રિક બાબાના નિર્દેશ પણ મળી રહ્યા હતા.

ડીસીપી શર્માએ કહ્યું કે ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને સાત આરોપીઓ વિરુદ્ધ પ્રાથમિકી ફરિયાદ કરવામાં આવી છે અને મામલાની તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે શ્મશાનની તપાસ શરૂ કરી દીધી છે, જ્યાં આ પીડિતાને લઈ જવામાં આવી હતી. પોલીસના કહેવા પ્રમાણે, પીડિતાનો પરિવાર ભણેલો ગણેલો છે પરંતુ તેને છોકરા ન થતા હોવાના લીધે આ રીતને અંધવિશ્વાસ ભરેલી ગતિવિધિઓમાં સામેલ રહે છે. પોલીસે તેમના વિરુદ્ધ ઘણી ધારાઓ હેઠળ કેસ કર્યો છે. આ પહેલા પણ ઘણી એવી ઘટનાઓ સામ આવી ચૂકી છે જેમાં મહિલઓ પર અંધવિશ્વાસના નામે કંઈ પણ કરાવાતું હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp