2 બેનના લગ્નના બે દિવસ પહેલા આખું ઘર સળગી ગયું, ગામ લોકોએ રૂપિયાનો ઢગલો કરી દીધો

રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ વાંચીને તમે ચોક્કસ કહેશો  કે આવું માત્ર ગામમાં જ શક્ય બને. વાત એમ હતી કે બે બહેનના લગ્ન હતા એ જ ઘરમાં બે દિવસ પહેલાં આગ લાગી ગઇ હતી અને ઘરનો સામાન, રોકડા સહિતની અનેક આઇટમો બળીને ખાખ થઇ ગઇ હતી.પરિવાર ચિંતામાં હતો, પરંતુ ગામના લોકોએ બે જ દિવસમાં લાખો રૂપિયાનો ઢગલો કરી દીધો અને બંને બહેનના શાનથી લગ્ન કરાવીને વિદાઇ કરી. આ કિસ્સો બાડમેર જિલ્લાના ચૌહ્ટટન વિસ્તારનો છે. આ ગામમાં રહેતી બાબુલાલની બે દીકરીઓના 13 મેના દિવસે લગ્ન નક્કી થયા હતા.

લગ્નના 5 દિવસ પહેલાંથી મહેમાનો ઘરે આવી ગયા હતા અને ઘરમાં જ રોકાયા હતા.10 મેના દિવસે પરિવારની એક મહિલા ગેસ પર ચા બનાવી રહી હતી. એ દરમિયાન ગેસ લીકેજ થવાને કારણે સિલિન્ડર ફાટ્યો હતો. એક પછી એક એમ 3 બાટલા ફાટ્યા અને આખા ઘરમાં આગ ફેલાઇ ગઇ હતી.મકાનની દિવારો છોડીને બાકીનું બધું જ આગમાં સ્વાહા થઇ ગઇ ગયું હતું.

પરિવારના કેટલાક સભ્યો પણ દાઝી ગયા હતા. સદનસીબે બંને બહેનો ઘરે હાજર નહોતી અને મોતની કોઇ ઘટના બની નહોતી.13 મેના દિવસે જાનૈયાઓના સ્વાગત માટે કશું બચ્યું નહોતું, લગભગ 50 લાખ રૂપિયાનું નુકશાન થયું હતું.

એ પછી ગામના લોકોએ દીકરીઓના લગ્ન માટે રૂપિયા ભેગા કરવાનું બીડું ઝડપી લીધું. 11 અને 12 તારીખે ગામના લોકો, આજુબાજુના ગામના લોકો અને સોશિયલ મીડિયા પર લોકોને ફંડ આપવા વિનંતી કરી. બે જ દિવસમાં પિતાના ખાતામાં 13 લાખથી વધારે રકમ જમા થઇ ગઇ હતી.

બાબુલાલ અને પરિવારના લોકોની આંખો ખુશીથી છલકાઇ ઉઠી હતી. દીકરીના લગ્ન કેમ થશે એ વિશે બાબુલાલ વિચારી રહ્યા હતા તેવા સમયે લાખો રૂપિયાની મદદ આવીને ઉભી રહી ગઇ. એ પછી બંને દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવીને વિદાઇ આપવામાં આવી. ગામના લોકોની સોશિયલ મીડિયા પર ભારે પ્રસંશા થઇ રહી છે.

સોશિયલ મીડિયાનો આ એક સૌથી મોટો ફાયદો છે કે અજાણ્યા લોકો પણ મદદ કરી દે છે.રાજસ્થાનમાં થતા લગ્નો હંમેશા ચર્ચામાં રહે છે.

About The Author

Related Posts

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.