2 બેનના લગ્નના બે દિવસ પહેલા આખું ઘર સળગી ગયું, ગામ લોકોએ રૂપિયાનો ઢગલો કરી દીધો
રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેની સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. આ વાંચીને તમે ચોક્કસ કહેશો કે આવું માત્ર ગામમાં જ શક્ય બને. વાત એમ હતી કે બે બહેનના લગ્ન હતા એ જ ઘરમાં બે દિવસ પહેલાં આગ લાગી ગઇ હતી અને ઘરનો સામાન, રોકડા સહિતની અનેક આઇટમો બળીને ખાખ થઇ ગઇ હતી.પરિવાર ચિંતામાં હતો, પરંતુ ગામના લોકોએ બે જ દિવસમાં લાખો રૂપિયાનો ઢગલો કરી દીધો અને બંને બહેનના શાનથી લગ્ન કરાવીને વિદાઇ કરી. આ કિસ્સો બાડમેર જિલ્લાના ચૌહ્ટટન વિસ્તારનો છે. આ ગામમાં રહેતી બાબુલાલની બે દીકરીઓના 13 મેના દિવસે લગ્ન નક્કી થયા હતા.
લગ્નના 5 દિવસ પહેલાંથી મહેમાનો ઘરે આવી ગયા હતા અને ઘરમાં જ રોકાયા હતા.10 મેના દિવસે પરિવારની એક મહિલા ગેસ પર ચા બનાવી રહી હતી. એ દરમિયાન ગેસ લીકેજ થવાને કારણે સિલિન્ડર ફાટ્યો હતો. એક પછી એક એમ 3 બાટલા ફાટ્યા અને આખા ઘરમાં આગ ફેલાઇ ગઇ હતી.મકાનની દિવારો છોડીને બાકીનું બધું જ આગમાં સ્વાહા થઇ ગઇ ગયું હતું.
પરિવારના કેટલાક સભ્યો પણ દાઝી ગયા હતા. સદનસીબે બંને બહેનો ઘરે હાજર નહોતી અને મોતની કોઇ ઘટના બની નહોતી.13 મેના દિવસે જાનૈયાઓના સ્વાગત માટે કશું બચ્યું નહોતું, લગભગ 50 લાખ રૂપિયાનું નુકશાન થયું હતું.
એ પછી ગામના લોકોએ દીકરીઓના લગ્ન માટે રૂપિયા ભેગા કરવાનું બીડું ઝડપી લીધું. 11 અને 12 તારીખે ગામના લોકો, આજુબાજુના ગામના લોકો અને સોશિયલ મીડિયા પર લોકોને ફંડ આપવા વિનંતી કરી. બે જ દિવસમાં પિતાના ખાતામાં 13 લાખથી વધારે રકમ જમા થઇ ગઇ હતી.
બાબુલાલ અને પરિવારના લોકોની આંખો ખુશીથી છલકાઇ ઉઠી હતી. દીકરીના લગ્ન કેમ થશે એ વિશે બાબુલાલ વિચારી રહ્યા હતા તેવા સમયે લાખો રૂપિયાની મદદ આવીને ઉભી રહી ગઇ. એ પછી બંને દીકરીઓના ધામધૂમથી લગ્ન કરાવીને વિદાઇ આપવામાં આવી. ગામના લોકોની સોશિયલ મીડિયા પર ભારે પ્રસંશા થઇ રહી છે.
સોશિયલ મીડિયાનો આ એક સૌથી મોટો ફાયદો છે કે અજાણ્યા લોકો પણ મદદ કરી દે છે.રાજસ્થાનમાં થતા લગ્નો હંમેશા ચર્ચામાં રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp