ઉત્તરાખંડ બાદ હવે આ રાજ્યમાં ધસી રહી છે જમીન, ઘરોમાં પડી રહી છે તિરાડ

PC: telegraphindia.com

ઉત્તરાખંડમાં જોશીમઠ અને કર્ણપ્રયાગ બાદ હવે જમ્મુ અને કશ્મીરના ડોડા જિલ્લામાં ઘણી ઇમારતોમાં તિરાડી પડી ગઇ છે, જેથી રહેવાસીઓમાં ડર ઉત્પન્ન થઇ ગયો છે. પ્રશાસનના જણાવ્યા મુજબ, 6 ભવાનોમાં તિરાડ આવવાની જાણકારી છે અને સરકાર જલદી જ જમીન ધસવાની સમસ્યાનું સમાધાન કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ડોડા જિલ્લામાં ડિસેમ્બરમાં એક ઘરમાં તિરાડ પડવાની જાણકારી મળી હતી. હાલમાં 6 ઇમારતોમાં તિરાડ હતી, પરંતુ હવે તે વધવા લાગી છે.

આ ક્ષેત્ર ધીરે ધીરે ધસવા લાગ્યું છે. તો ડોડા જિલ્લાના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ (SDM) અતહર અમીન જરગરે જણાવ્યું કે, સરકાર વહેલી તકે તેનું સમાધાન કાઢવાનો પ્રયત્ન કરી રહી છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, ડોડા જિલ્લાની થાથરી નગરપાલિકામાં નવી વસ્તી વિસ્તારના ધસ્યા બાદ ઓછામાં ઓછા 20 પરિવારોને સુરક્ષિત સ્થળો પર સ્થળાંતરીત કરી દેવામાં આવ્યા છે. ટાઇમ્સ નાવે એક રિપોર્ટમાં કહ્યું કે, મકાનોમાં તિરાડ પડી ગઇ હતી અને જમીન ધસવાના કારણે તેઓ અસુરક્ષિત થઇ ગયા હતા.

રિપોર્ટ્સ મુજબ, રસ્તાઓના નિર્માણમાં મશીનરીના ઉપયોગ સાથે-સાથે પાણીના લીકેજ સહિત અલગ-અલગ કારકોના કારણે વિસ્તારમાં સતત ચીકણાસ થઇ રહી છે, જેના પરિણામ સ્વરૂપ ગામ ધસી રહ્યું છે. તિરાડો પડવાની સૂચના બાદ સ્થાનિક પ્રશાસનના અધિકારીઓએ ક્ષેત્રની મુલાકાત લઇને સ્થાનિક લોકોને દરેક સંભવિત મદદ આપવાનું આશ્વાસન આપ્યું છે. એક ન્યૂઝ ચેનલે SDMના સંદર્ભે જણાવ્યું કે, વિશેષજ્ઞોની એક ટીમ દ્વારા ક્ષેત્રની તપાસ કરવા અને તેને અસુરક્ષિત જાહેર કર્યા બાદ પ્રભાવિત ક્ષેત્રના લોકોને શિબિરો અને ટેન્ટોમાં સ્થળાંતરીત કરવામાં આવી રહ્યા છે.

તો 29 ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરમાં એક ગેર રાજનૈતિક સંગઠને સરકારને આવેદન સોંપીને કેન્દ્ર શાસિત પ્રદેશમાં જમીન ધસવા વિરુદ્ધ નિવારક રણનીતિઓ અને યોજનાઓને લાગૂ કરવા કહ્યું છે. આવેદનમાં અલગ-અલગ ડોડા કિશ્તવાડ, રામબન, રાજોરી, પૂંછ, ગાંદરબલ, બંદીપુર, બારામુલા, કુપવાડા અને બડગામ જિલ્લાઓમાંથી માટી સરકવા, ભૂસ્ખલન અને હિમસ્ખલનના રિપોર્ટ્સનો સંદર્ભ આપવામાં આવ્યો છે.

અન્ય એક રિપોર્ટ મુજબ, બટોત-કિશ્તવાડ હાઇવે (NH-244) પર ડોડા જિલ્લાની નવી વસ્તીમાં લગભગ 60 ઘર અને ઇમારતો છે. આ ગામ નેશનલ હાઇવેથી એકદમ નજીક છે અને બે નદી પાવર પ્રોજેક્ટથી લગભગ 5 કિલોમીટર દૂર છે. જો જમીન ધસવાનો સિલસિલો ચાલુ રહે છે તો બટોત-કિશ્તવાડ હાઇવેને પણ નુકસાન થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp