10,000ની કમાણી કરનારા સિક્યોરિટી ગાર્ડને IT વિભાગે 1.14 કરોડની નોટિસ પકડાવી

PC: aajtak.in

મુંબઇ નજીક કલ્યાણથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં હાઉસ કીપિંગ અને સુરક્ષા ગાર્ડની નોકરી કરનારા વ્યક્તિને ઇનકમ ટેસ્ટ (IT) વિભાગ તરફથી 1 કરોડ 14 લાખ રૂપિયાની નોટિસ મોકલી છે. આ નોટિસ જોઇને સુરક્ષાગાર્ડ હેરાન રહી ગયો. તેનું નામ ચંદ્રકાંત વરક છે. 56 વર્ષીય ચંદ્રકાંત વરકનું કહેવું છે કે, જેટલો ટેક્સ ભરવા કહેવામાં આવી રહ્યો છે, એટલા પૈસા તો જિંદગીમાં બસ ટી.વી. પર જોયા છે. આ નોટિસ જ્યારે મળી તો તેના પગ નીચેથી જમીન સરકી ગઇ.

ચંદ્રકાંત વરક પોતાની ફરિયાદ લઇને ઇનકમ ટેક્સ વિભાગની ઓફિસે પહોંચ્યા અને પૂછપરછ કરી તો જવાબ સાંભળીને તેઓ વધુ હેરાન થયા. તેમને કહેવામાં આવ્યું કે, તેમના પાન કાર્ડ નંબરનો ઉપયોગ કરતા વિદેશોમાં શોપિંગ કરવામાં આવી છે. ચંદ્રકાંત વરકનું કહેવું છે કે, તેમને કંઇ સમજ પડી રહી નથી. આ અંગે સારી રીતે તપાસ કરવામાં આવે અને તેને આ બાબતે છુટકારો અપાવવામાં આવે. રિપોર્ટ્સ મુજબ, કલ્યાણના ઠાણકરપાડા વિસ્તારમાં જૈન ચોલમાં 56 વર્ષીય ચંદ્રકાંત વરક પોતાની બહેન સાથે રહે છે.

તેઓ ક્યારેક હાઉસ કીપિંગ અને સુરક્ષા ગાર્ડની તો ક્યારેક કુરિયર બોય તરીકે કામ કરે છે. કોઇ પ્રકારે મળતા 10 હજારની સેલેરીમાં પોતાનું ગુજરાન ચલાવે છે, પરંતુ બુધવારે (1 ફેબ્રુઆરી 2023ના રોજ) ઇનકમ ટેક્સ વિભાગ તરફથી નોટિસ મોકલવામાં આવી છે, જેમાં 1 કરોડ 14 લાખ રૂપિયા ટેક્સ ભરવા કહેવામાં આવ્યું છે. જ્યારે નોટિસ મળી છે ત્યારથી પરેશાન છે. ઇનકમ ટેક્સ વિભાગે પૂછપરછ કરવા પર તેને જણાવ્યું કે, તેના પાનકાર્ડ અને કાગળોનો ઉપયોગ કરીને ચીનમાં સામાન ખરીદવામાં આવ્યો છે. એ ખરીદદારીઓ પર ટેક્સ ભર્યો નથી.

અધિકારીઓએ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરીને કહ્યું છે. હવે ચંદ્રકાંત વરક પોલીસ સ્ટેશનમાં જઇને તેની ફરિયાદ કરવાની હિંમત એકત્ર કરી રહ્યો છે. આ ઘટનાને જોતા લોકોએ પોતાના જીવનમાં કંઇક શીખવું જોઇએ. જેમાંથી ખાસ કરીને પોતાના વ્યક્તિગત કાગળોને લઇને. લોકોએ પોતાના ડોક્યૂમેન્ટ કોઇ પણ અજાણી વ્યક્તિને ન આપવા જોઇએ. જો ક્યાંક ઝેરોક્ષ કરાવો છો તો બધા કાગળ ત્યાંથી લઇને આવો. ભલે તે ખરાબ પ્રિન્ટ કેમ ન થઇ હોય. બધી જગ્યાએ પાન કાર્ડનો ઉપયોગ ન કરો. ઉચિત જગ્યાઓ પર જ પાનકાર્ડનો ઉપયોગ કરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp