ઘરકામ કરવું માત્ર પત્નીની જવાબદારી નથી, બોમ્બે હાઈકોર્ટે છૂટાછેડાની અરજી ફગાવી

PC: navbharattimes.indiatimes.com

બોમ્બે હાઈકોર્ટે એક વ્યક્તિ દ્વારા તેના લગ્નને રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, આધુનિક સમાજમાં પતિ-પત્ની બંનેએ ઘરની જવાબદારીઓનો બોજ સમાન રીતે ઉઠાવવો પડે છે. ઘરની સ્ત્રી ઘરની તમામ જવાબદારીઓ ઉપાડે તેવી અપેક્ષા રાખતી માનસિકતામાં સકારાત્મક પરિવર્તનની જરૂર છે.

હકીકતમાં, જસ્ટિસ નીતિન સાંબ્રે અને જસ્ટિસ શર્મિલા દેશમુખની બેન્ચે એક વ્યક્તિની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં માર્ચ 2018માં ફેમિલી કોર્ટ દ્વારા તેની પત્ની સાથે છૂટાછેડાની માંગ કરતી પતિની અરજીને ફગાવી દેવામાં આવી હતી. આ આદેશને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ કપલે 2010માં બિહારમાં લગ્ન કર્યા હતા અને 2011માં પુણેમાં કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યાર પછી તેમને એક બાળક પણ થયું.

કોર્ટમાં, એક વ્યક્તિએ ક્રૂરતાનો આરોપ લગાવીને એ આધાર પર છુટાછેડાની  માંગ કરી હતી કે, તેની પત્ની હંમેશા તેની માતા સાથે ફોન પર વાત કરતી રહે છે અને ઘરનું કામ કરતી નથી. બીજી તરફ મહિલાએ દાવો કર્યો હતો કે, ઓફિસેથી ઘરે પરત ફર્યા પછી તેને ઘરના તમામ કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને જ્યારે તે તેના પિયરના પરિવાર સાથે વાત કરતી તો તેને દુર્વ્યવહારનો સામનો કરવો પડતો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે, તેનાથી અલગ રહેતા પતિએ તેના પર ઘણી વખત મારપીટ પણ કરી હતી.

બેન્ચે પોતાના આદેશમાં કહ્યું હતું કે, સ્ત્રી અને પુરૂષ બંને કામ કરે છે અને પત્ની પાસેથી ઘરના તમામ કામ કરવાની અપેક્ષા રાખવી એ રૂઢિચુસ્ત માનસિકતા દર્શાવે છે. વૈવાહિક સંબંધોના પરિણામે જીવનસાથીને તેના/તેણીના માતા-પિતાથી અલગ કરી શકાતી/શકાતો નથી અને તેની પાસેથી લગ્ન પછી તેના/તેણીના માતાપિતા સાથેના તમામ સંબંધો તોડી નાખવાની અપેક્ષા રાખી શકાતી નથી.'

બેન્ચે કહ્યું, 'માતા-પિતાના સંપર્કમાં રહેવું એ કોઈ પણ રીતે બીજા પક્ષને માનસિક વેદનાનું કારણ ગણી શકાય નહીં. અમારા મતે, પ્રતિવાદી પર તેના માતા-પિતા સાથેનો સંપર્ક ઓછો કરવા માટે પ્રતિબંધ લગાવવો એ વાસ્તવમાં પત્ની પર શારીરિક ક્રૂરતા ઉપરાંત માનસિક ત્રાસ આપવા સમાન છે. દંપતી 10 વર્ષથી અલગ રહે છે. જો કે, બેન્ચે કહ્યું કે તે આ આધાર પર છૂટાછેડા આપી શકે નહીં કે, તેમના ફરીથી મળવાની કોઈ શક્યતા નથી.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp