કેટલું ભણી છે જયા કિશોરી અન્ય કોણ-કોણ છે પરિવારમાં, આ રહી સંપૂર્ણ વિગતો

PC: thelivenagpur.com

જયા કિશોરી તેના ભજન અને ભાગવત કથા માટે દેશ વિદેશમાં પ્રખ્યાત છે. તેના લાખો ચાહકો છે. સોશિયલ મીડિયા પર પણ તેને ખૂબ પસંદ કરવામાં આવે છે. તેમના ભજન જોત જોતામાં જ વાયરલ થઈ જાય છે. તે એક મોટિવેશનલ સ્પીકર પણ છે. 13 જુલાઈ 1995ના રોજ એક આધ્યાત્મિક પરિવારમાં જયા કિશોરીનો જન્મ થયો હતો.

જયા કિશોરીનો પરિવાર મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. તેમના પરિવારમાં પિતા શિવશંકર શર્મા અને માતા સોનિયા શર્મા સિવાય નાની બહેન ચેતના શર્મા પણ છે. આખો પરિવાર હવે કોલકાતામાં રહે છે. જયા કિશોરીની ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ, જ્યારે તે 7 વર્ષની હતી ત્યારથી જ આધ્યાત્મિક દુનિયા તરફ તેનો ઝુકાવ થયો, અને ધીમે ધીમે તે આધ્યાત્મમાં ડૂબી ગઈ. જયા કિશોરી પર તેમના દાદા દાદીનો ખૂબ જ પ્રભાવ પડયો, જેઓ તેમને ભગવાન કૃષ્ણની વાર્તાઓ સંભળાવતા હતા. તેઓ બાળપણમાં સાંભળેલી વાર્તાઓ અને ભજનો યાદ કરતા હતા અને ધીરે ધીરે તેઓ તેમાં પરિપૂર્ણ થઈ ગયા.

એક ઈન્ટરવ્યુ મુજબ, જયા કિશોરી જ્યારે 9 વર્ષની હતી ત્યારે તેને શિવ તાંડવ સ્તોત્ર, રામાષ્ટકમ અને લિંગાષ્ટકમ જેવા ઘણા મુશ્કેલ સ્તોત્રો સંસ્કૃતમાં પણ કંઠસ્થ હતા. જયા કિશોરીએ તેમનું શરૂઆતનું શિક્ષણ ગુરુ ગોવિંદ રામ મિશ્ર પાસેથી મેળવ્યું હતું. તેઓ કહે છે કે, તેમના ગુરુ પંડિત ગોવિંદ રામ મિશ્રએ જ તેમનું નામ જયા શર્માથી જયા કિશોરી કરી નાખ્યું હતું. આજે શ્રીમદ ભાગવદ, ગીતા, નાની બાઈ કા માયરો અને નરસી કા ભાટ જેવી કથાઓ સંભળાવીને જયા કિશોરી દેશ વિદેશમાં લોકપ્રિય છે.

કથા વાંચન અને ભજન ગાવા છતાં પણ જયા કિશોરીએ પોતાનો અભ્યાસ શરૂ રાખ્યો છે. રિપોર્ટ્સ મુજબ, જયા કિશોરીનો અભ્યાસ કોલકાતાના શ્રી શિક્ષાટન કોલેજ અને મહાદેવી બિડલા વર્લ્ડ એકેડમીમાં થયો છે. જ્યારે, ઓપન સ્કૂલ દ્વારા, તેમણે કોમર્સ ફેકલ્ટીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ઇન્ટરવ્યુ દરમિયાન જયા કિશોરીએ જણાવ્યું હતું કે, તે હજુ આગળ ભણવા માંગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp