વીજળી જરૂરી નથી, આ પ્રાકૃતિક રીતે પણ ચાલે છે ફુવારા, જાણો એનું વિજ્ઞાન

વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગ મળવાના દાવા પર ચર્ચા ચાલી રહી છે. કોઈ આને શિવલિંગ કહીં રહ્યું છે તો કોઈ ફુવારો. વાતો એ પણ થઈ રહી છે કે તે ફુવારો નહીં હોઈ શકે કારણકે પહેલા વીજળી નહિ હતી. ત્યારે મોટું સત્ય એક એ પણ છે કે ફુવારા વીજળી વગર પણ ચાલે છે. દુનિયાભરમાં ઘણી જગ્યાઓ પર એવા પ્રાકૃતિક ફુવારાઓ છે જે ગુરુત્વાકર્ષણ શક્તિ, હવાનું દબાણ અને કૈપિલરી એક્શનના કારણે ખૂબસૂરત દેખાઈ આવે છે. જેમાં કોઈ વીજળી વાળો પંપ તો નથી જ લાગ્યો.

પ્રાચીન રોમમાં ફુવારો બનાવવાવાળા ડિઝાઇનર ગુરુત્વાકર્ષણ પર ભરોસો કરતા હતા, દબાવ ઉત્પન્ન કરવા માટે એક બંધ સિસ્ટમમાં ઊંચા સ્ત્રોતથી પાણીને ચૈનલાઈઝ કરવામાં આવતું હતું. રોમના જલ સેતુ (aqueducts) પહાડોથી ઊંચા કુન્ડો સુધી પીવાના અને સજાવવાના બન્ને કામો માટે પાઈપો દ્વારા પાણી લઇ જવામાં આવતું હતું. એક ફુવારાના સંતોષજનક ઉછાળ માટે ફક્ત થોડા ફૂટની ઊંચાઈ પર્યાપ્ત પાણીનું દબાણ કરી શકે છે. શોધથી ખબર પડે છે કે, આદિમ યુગ અને માયા સભ્યતામાં પણ આવા ફુવારાઓનો આનંદ લેવામાં આવ્યો હશે.

રોમના વર્સાયમાં કિંગ લુઇસ સોળમાં દ્વારા બનાવવામાં આવેલા ફુવારામાં 14 વિશાળ વ્હીલ્સના એક જટિલ અને ખર્ચાળ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરેકનું વ્યાસ 30 ફૂટથી વધુ હતું, જે સીન નદીની એક શાખાની ધારાથી ચાલતું હતું. વ્હીલ્સ 200થી વધુ પાણીના પંપ માટે પિસ્તન ચલાવતા હતા. પંપ દ્વારા બે ઊંચા રિઝરવોયર પણ ભરવામાં આવ્યા હતા, જેમાં ચામડાનું સીલિંગ અને ગાસ્કેટ લાગ્યુ હતું. વર્સાય પ્રણાલીને મશીન ઓફ માર્લે (Machine of Marly) કહેવામાં આવતું હતું. આ વીજળી વગરના મશીને એક સદીથી પણ વધુ સમય સુધી કામ કર્યું.

વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સમજવામાં આવે તો ફુવારાની પાછળ કેશિકા ક્રિયા અથવા કેપિલરી એક્શન (Capillary Action) કામ કરે છે. તો પહેલા સમજી લઈએ કે, તે શું હોય છે. કેપિલરી એક્શનને (Capillary Action) એક સંકીર્ણ ટ્યુબ અથવા પોરસ સામગ્રીમાં પ્રવાહીના સહજ પ્રવાહના રૂપમાં પરિભાષિત કરવામાં આવ્યું છે. આના હોવા માટે ગુરુત્વાકર્ષણ બળની જરૂર હોય છે. હકીકતમાં આ ગુરુત્વાકર્ષણના વિરોધમાં કામ કરે છે.

કેપિલરી એક્શન (Capillary Action), કોહેસિવ ફોર્સ અને એડહેસિવ ફોર્સના કોમ્બિનેશનના કારણે થાય છે. કોહેસિવ ફોર્સ એટલે કે એ બળ જે લિક્વિડ મોલીક્યુલ્સની વચ્ચે લાગે છે અને એડહેસિવ ફોર્સ જે લિક્વિડ મોલીક્યુલ્સ અને ટ્યૂબ મોલીક્યુલ્સની વચ્ચે લાગે છે. કોહેસિવ અને એડહેસિવ ફોર્સ ઇન્ટર મોલીક્યુલર ફોર્સ હોય છે. તે બળ પાણીને ટ્યુબમાં ખેંચવાનું કામ કરે છે. જેના માટે કેપિલરી ટ્યૂબનું  સારું હોવું જરૂરી હોય છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.