ગાડીઓ પર જાતિ-ધર્મ કે પદનું સ્ટીકર લગાવશો તો પૈસા ભરવા તૈયાર રહેજો, જાણો કાયદો

નોઇડા અને ગાજિયાબાદ પોલીસે પાછલા અમુક દિવસોમાં જાતિ અને ધર્મ સૂચકના સ્ટીકર લગાવનારી 2300 ગાડીઓને દંડ ફટકાર્યો છે. પોલીસે આવા સ્ટીકરો સામે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. પોલીસ અનુસાર, ગાડીઓના કાચ કે બોડી પર કોઇપણ પ્રકારના સ્ટીકર લગાવવા પર 1000 રૂપિયાનું ચલણ કપાશે. તો રજિસ્ટ્રેશન નંબર પ્લેટ પર સ્ટીકર લગાવવા પર 5000 રૂપિયાના દંડની જોગવાઇ છે.
શું કહે છે કાયદો
મોટર વ્હીકલ રુલ્સ 1989માં કહેવામાં આવ્યું છે કે, કોઇપણ વ્યક્તિની ગાડી કે નંબર પ્લેટ પર કોઈપણ પ્રકારના સ્ટીકર કે લેબલ હોવા જોઇઅ નહીં. આ ગુનાના દાયરામાં આવે છે. આમાં કહેવાયું છે કે ગાડીની નંબર પ્લેટ પર કોઈપણ રીતનું સ્ટીકર કે લેબલ લગાવવાની પરવાનગી નથી.
મોટર વ્હીકલ નિયમ 1989માં ગાડીઓના નંબર પ્લેટને લઇ પણ વિસ્તૃતમાં ગાઈડલાઇન આપવામાં આવી છે. જેના અનુસાર નંબર પ્લેટ મજબૂત હોવી જોઇએ અને તે 1 એમએમ એલ્યુમિનિયમની બની હોવી જોઇએ. નંબર પ્લેટ પર જમણી બાજુ કેપિટલ લેટરથી IND લખેલું હોવું ફરજિયાત છે.
કેટલા દંડની જોગવાઇ
મોટર વ્હીકલ એક્ટના સેક્શન 192 હેઠળ જો ગાડીનો નંબર પ્લેટ યોગ્ય દેખાશે નહીં કે તેના પર કોઈપણ પ્રકારનું સ્ટીકર ચીપકાવ્યું મળી આવશે તો પહેલીવાર 5000 રૂપિયા સુધીનો દંડ લગાવવામાં આવશે. ત્યાર પછી પણ વાહન ચાલક ફરી ગુનો કરે છે તો 1 વર્ષ સુધીની જેલની સજા અને 10 હજાર રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.
હવે ગાડીના કાચ કે બોડી પાર્ટ્સ પર સ્ટીકર લગાવવાની વાત કરીએ તો ટ્રાફીક પોલીસ, મોટર વ્હીકલ એક્ટ 1988ના સેક્શન 179 હેઠળ ચલણ કાપી શકે છે. આ સેક્શનમાં કહેવામાં આવ્યું છે કે જો વાહનચાલક સુરક્ષા એજન્સીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશોનું પાલન કરશે નહીં અથવા સૂચનાઓને માનશે નહીં તો તેના પર દંડ લગાવી શકાય છે.
તમને જણાવી દઇએ કે, પહેલા આ સેક્શન હેઠળ 500 રૂપિયા સુધીના દંડની જોગવાઇ હતી. પણ 2019માં મોટર વ્હીકલ એક્ટમાં સંશોધન પછી ફાઈન વધારીને 2000 રૂપિયા સુધી કરી દેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp