બેંકમાં 2000ની નોટ જમા કરાવતી વખત નકલી નીકળે તો થઈ શકે છે આ કાયદાકીય કાર્યવાહી

PC: twitter.com

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 2 હજાર રૂપિયાની નોટ ચલણથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય બેંકે 2 હજાર રૂપિયાની નોટો ન આપવાનો આદેશ આપ્યો છે. લોકોને બેંકમાં 2 હજાર રૂપિયાની નોટ જમા કરાવવા માટે 4 મહિનાનો સમય આપ્યો છે. 30 સપ્ટેમ્બર 2023 સુધી આ નોટોને પરત લઈ લેવામાં આવશે. જો તમારી પાસે પણ 2 હજાર રૂપિયાની નોટ છે તો તમે 23 મેથી જમા કરાવવાની શરૂઆત કરી શકો છો, પરંતુ શું તમે વિચાર્યું છે કે જો 2 હજાર રૂપિયાની નોટ જમા કરાવતી વખત તે નકલી નીકળી તો શું થશે. શું તમારા પર કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે?

ભારતીય રિઝર્વ બેંક તરફથી બેંકોને કહેવામાં આવ્યું છે કે, બધી નોટોની તપાસ કરવામાં આવે. સ્પષ્ટતા અને વાસ્તવિકતા માટે નોટ સૉર્ટિંગ મશીનો (NSM)ના માધ્યમથી તાત્કાલિક શોર્ટ કરવામાં આવશે. રિઝર્વ બેન્કે કહ્યું કે, નકલી નોટની તપાસ 3 એપ્રિલ 2023ના રોજ જાહેર કરવામાં આવેલા માસ્ટર ઇન્સ્ટ્રક્શનને ફોલો કરવામાં આવશે.

નકલી નોટ નીકળવા પર શું થશે?

કાઉન્ટર પર આપવામાં આવેલી નોટોને મશીનોના માધ્યમથી તપાસ કરવામાં આવશે. જો કોઈ નોટ નકલી મળે છે તો તે પૈસા ગ્રાહકોને નહીં આપવામાં આવે. આ નકલી નોટ પર ફેક કરન્સીની મ્હોર લગાવી દેવામાં આવશે અને જપ્ત કરી લેવામાં આવશે. સાથે જ અલગ રજીસ્ટરમાં તેને નોટ કરવામાં આવશે, નકલી નોટ પાછી કરવામાં નહીં આવે. જો એમ કોઈ બેંક કરે છે તો નકલી નોટમાં એ બેંકની ભાગીદારી માનવામાં આવશે અને દંડ લગાવવામાં આવશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કહે છે કે જો 4 નંગ સુધી નકલી નોટ મળે છે તો તેની જાણકારી પોલીસને આપવામાં આવશે. જો 5 નોટ મળે છે તો નોડલ અધિકારી દ્વારા તાત્કાલિક પોલીસને જાણકારી આપવામાં આવશે અને FIR નોંધાવી તપાસ કરાવવામાં આવશે. FIRની એક કપિ બેંકના મુખ્ય બ્રાન્ચને મોકલવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp