કરૌલી આશ્રમમાં દોઢ લાખનો હવન કરાવ્યાના બીજા જ દિવસે દીકરો થયો ગુમ, પછી પિતા પણ..

PC: twitter.com

ડૉક્ટર સિદ્ધાર્થ ચૌધરીના મારામારીના આરોપો બાદ ચર્ચામાં આવેલા કાનપુરના કરૌલી બાબા સંતોષ સિંહ ભદૌરિયા પર વધુ એક આરોપ લાગ્યો છે. ઝારખંડથી સારવાર કરાવવા આવેલા એક પરિવારે કરૌલી આશ્રમ પર સવાલ ઉઠાવ્યો છે. પરિવાર નાના દીકરાની સારવાર કરાવવા માટે કરૌલી આશ્રમ ગયો હતો, પરંતુ આશ્રમથી પરિવારનો મુખ્ય માણસ અને બીમાર દીકરો જ ગાયબ થઈ ગયો. આરોપો મુજબ, ઝારખંડના દેવઘરથી એક પરિવાર પોતાના માનસિક રૂપે બીમાર દીકરાની સારવાર કરાવવા માટે 24 જાન્યુઆરીના રોજ કરૌલી આશ્રમ પહોંચ્યો હતો.

પરિવારજનો કરૌલી શંકર મહાદેવના દરબારમાં પહોંચ્યા હતા. ત્યાં હવન પૂજન કરાવવાનું સૂચન આપવામાં આવ્યું હતું. દોઢ લાખ રૂપિયાનું હવન કરાવવાની વાત આશ્રમ તરફથી કહેવામાં આવી. 25 જાન્યુઆરીના રોજ પરિવાર તરફથી દોઢ લાખ ખર્ચ કરીને હવન કરાવવામાં આવ્યું. હવન કરાવ્યાના આગામી દિવસે એટલે કે 26 જાન્યુઆરીના રોજ માનસિક રૂપે નબળો દીકરો ગુમ થઈ ગયો. પરિવાર હજુ તેને શોધી જ રહ્યો હતો કે, 27 જાન્યુઆરીના રોજ પરિવારના મુખ્ય વ્યક્તિ જ ગાયબ થઈ ગયો.

ત્યારબાદ પરિવાર તરફથી બંનેને શોધવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. લગભગ 10 દિવસ બાદ આશ્રમથી 150 કિલોમીટર દૂર સ્થિત એક ગમાં માનસિક રૂપે બીમાર દીકરો મળ્યો. પરિવારજનો તેને પાછા લઈ ગયા, પરંતુ પિતાની બાબતે હજુ કોઈ જાણકારી મળી શકી નથી. ત્યારબાદ પરિવારે 9 ફેબ્રુઆરીના રોજ કાનપુરના વિધનૂ પોલીસ સ્ટેશનમાં પિતા ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. 2 મહિના બાદ પણ પિતા ગુમ છે. ગુમ થયેલા પિતાની ફરિયાદ આપ્યા બાદ પણ વિધનૂ પોલીસ સ્ટેશનમાં કેસ ન નોંધાયો હતો.

હવે મામલો બીચકતો જોઈને બેકફૂટ પર આવેલી કાનપુર પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કાનપુર પોલીસના જોઇન્ટ કમિશનરે કહ્યું કે ગુમ થવા અને ડૉક્ટર સાથે મારામારીની અમે તપાસ કરી રહ્યા છીએ જેની જેની આવશ્યકતા હશે, એ બધાની પૂછપરછ કરીશું. કરૌલી આશ્રમના બાબા સંતોષ સિંહ ભદૌરિયા પર તેના જ ભક્તે મારામારી કરવાનો આરોપ લગાવ્યો છે.

સિદ્ધાર્થ ચૌધરીએ કહ્યું કે, તે યુટ્યુબમાં કરૌલી બાબાના બાબા સંતોષનો વીડિયો જોતો હતો, તેનાથી પ્રભાવિત થઈને હું પોતાના પિતા અને પત્ની સાથે નોએડાથી આશ્રમ ગયો હતો. મેં બાબાને કહ્યું કે હું પરેશાન રહું છું તો તેણે માઇકથી ફૂંકીને કહ્યું નમઃ શિવાય.. બે વખત તેમણે એમ કહ્યું, પરંતુ મેં કહ્યું બાબા તેનાથી મને કોઈ ફાયદો થયો નથી તો તેનાથી તે નારાજ થઈ ગયા. ત્યારબાદ તેમણે પોતાના બાઉન્સરથી મને એક રૂમમાં મોકલાવીને માર મરાવ્યો.

તેના પિતા ડૉ. વીરેન્દ્ર ચૌધરીએ કહ્યું હતું કે નોએડા પાછા આવ્યા બાદ કેટલાક મિત્રોએ કેસ નોંધાવવા કહ્યું, ત્યારબાદ કેદ દાખલ કરાવવામાં આવ્યો. બાબા કરૌલી પોતાને ખેડૂત નેતા બતાવે છે અને તેના ઉપર ઘણા કેસ નોંધાયેલા છે. એવા ફ્રોડ બાબાઓ વિરુદ્ધ કાર્યાવહી થવી જોઈએ જેથી સનાતન સંસ્કૃતિ બની રહે. દીકરાને માર્યા બાદ તેઓ સનાતન સંસ્કૃતિ બચાવવા અપીલ કરી રહ્યા છે, જ્યારે પોતે કરૌલી બાબા ઉર્ફ સંતોષ સિંહ ભદૌરિયા કહી રહ્યા છે કે તે સનાતન ધર્મને નીચો દેખાડવાનું ષડયંત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp