અંજૂના પતિ અરવિંદની ધમકી, બોલ્યો- બે મહિના બાદ આવી તો ચામડી કાઢી નાખીશું

ગયા મહિને છાનીમાની પાકિસ્તાન પહોંચેલી અંજૂને તેના ભારતીય પતિએ ખુલ્લી ચેતવણી આપી છે. તેણે કહ્યું કે, જ્યારે તે બે મહિના બાદ આવશે તો તેની ચામડી કાઢી નાખીશું. અરવિંદે ગુપ્ત કેમેરા સામે આ બધી વાતો કહી. તેણે જણાવ્યું કે, તેના બાળકો માતા અંજૂને રાખવાની ના પાડી રહ્યા છે. તેને પોતાના બાળકો માટે દર્દ પણ નથી. જો તેને બાળકો સાથે પ્રેમ હોત તો તે ભાગીને ખૂબ પહેલા આવી જતી.
એક ન્યૂઝ ચેનલના હિડેન કેમેરા પર વાત કરતા અરવિંદે કહ્યું કે, જો અંજૂની અંદર બાળકોને લેવાની હિંમત હોય તો તેણે ભારત આવીને દેખાડવું પડશે. તેણે કહ્યું કે, તે તેને અને નસરુલ્લાને મીડિયા દ્વારા બોલી દીધું છે. જ્યારે પણ વચ્ચે વચ્ચે સમાચાર આવે છે તો હાલત પાતળી થઈ જાય છે. અરવિંદે અંજૂના એ ગુપ્ત કબાટ બાબતે પણ જણાવ્યું, જેને તે પાકિસ્તાન ગયા બાદ ન ખોલવા કહેતી રહી હતી.
તેણે કહ્યું કે, એ કબાટમાં અંજૂના પાકિસ્તાન સાથે જોડાયેલા કાગળ હોય શકે છે. અરવિંદે પૂછ્યું કે, આખરે વીઝા ક્યાં સુધી વધારશે સરકાર. 2 મહિના, ત્રણ મહિના કે ચાર મહિના સુધી. તે પોતે પોતાની જાળમાં ફસાઈ રહી છે. ત્યારબાદ નેપાળના રસ્તે ભારત આવતી રહેશે. અરવિંદે ખુલાસો કર્યો કે, અંજૂની ઇન્સ્ટાગ્રામ પર 7-8 પ્રોફાઇલ છે. તેમાંથી તેણે બધી ડિટેલ્સ કાઢી લીધી છે. અરવિંદ પર અંજૂ દ્વારા મારામારી કરવાના આરોપોને તેણે મૂળથી ફગાવી દીધા છે.
તેણે કહ્યું કે, તેના ચહેરાને જોઈને લાગી રહ્યું છે કે શું તે કોઈને મારવા પણ દેશે? તેણે એમ પણ કહ્યું કે, અંજૂ અને નસરુલ્લાહે એ ક્યારેય વિચાર્યું નહીં હોય કે એ બંને વિરુદ્ધ FIR નોંધાવી શકે છે. ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં અરવિંદે અંજૂ અને નસરુલ્લાહ વિરુદ્ધ FIR નોંધાવી હતી. ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયું હતું કે જો અંજૂ ભારત પાછી આવે છે તો તેની મુશ્કેલી ઊભી થઈ જશે. અરવિંદે કહ્યું કે, બે મહિના બાદ આવશે તો એ અગાઉ તેની ચામડી કાઢી નાખીશું. એ તેને સમજ આવી રહ્યું નથી.
નોંધનીય છે કે, અંજૂ ગયા મહિને પાકિસ્તાન જતી રહી હતી. ત્યાંથી તેણે પોતાના પતિ અરવિંદ અને બાળકોને જણાવ્યું તો તેઓ હેરાન રહી ગયા. ત્યારબાદ તેણે નસરુલ્લાહ સાથે લગ્ન પણ કરી લીધા અને પોતાનો ધર્મ પણ બદલી લીધો. બંનેના વેડિંગ વીડિયો પણ સામે આવવાથી હાહાકાર મચી ગયો હતો. જો કે, શરૂઆતમાં બંને લગ્નને અફવા બતાવતા રહ્યા, પરંતુ સ્થાનિક મીડિયાએ તેની પુષ્ટિ કરી દીધી, ત્યારબાદ એક પાકિસ્તાની બિઝનેસમેને અંજૂને પાકિસ્તાની નાગરિકતા મળે છે તો તે તેને પોતાની કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર બનાવશે અને ઘરે બેસીને સેલેરી પણ આપશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp