પતિને પસંદ નહોતો પત્નીનો રંગ, ફાંસી પર લટકાવી, આત્મહત્યા દેખાડવાનું ષડયંત્ર
ઉત્તર પ્રદેશના મેરઠમાં માત્ર ચામડીના રંગના કારણે પોતાની પત્નીની નિર્દયી હત્યા કરવા અને તેને આત્મહત્યાની ઘટના સાબિત કરવાનું ષડયંત્ર કરવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. સંબંધોને શરમસાર કરનારી આ ઘટના જિલ્લાના પરિક્ષિતગઢ પોલીસ સ્ટેશન ક્ષેત્રના ખજૂરી ગામમાં બની છે. મેરઠ પોલીસની ટીમે ઊંડી તપાસ બાદ આ ખતરનાક હત્યાકાંડનો પર્દાફાસ કરી દીધો છે. હેરાનીની વાત એ છે કે લગ્નના એક વર્ષની અંદર જ આ ભયાનક નજારો સામે આવ્યો.
પાડોશીઓના સંદર્ભે પોલીસે જણાવ્યું કે, મહિલાના રંગને લઈને તેનો પત્ની સતત તેને ટોણાં મારતો હતો. ત્યારબાદ તે પત્ની પર સતત અત્યાચાર કરવા લાગ્યો. તેનાથી પણ તેનું મન ન ભરાયું તો તેને પત્નીને મારીને ફાંસીના ફંદા પર લટકાવી દીધી. પોલીસે જણાવ્યું કે, આરોપી પતિએ પત્નીની હત્યાને આત્મહત્યા સાબિત કરવાનું ષડયંત્ર પણ રચ્યું હતું. ઘટનાની તપાસ કરી રહેલી મેરઠ પોલસની ટીમે જણાવ્યું કે, સનસનીખેજ ઘટનાને પહેલા આત્મહત્યાનો કેસ માનવામાં આવી રહ્યો હતો.
ત્યારબાદ પતિ-પત્નીની મારામારીની CCTV ફુટેજ સામે આવ્યા બાદ પોલીસ આ કેસમાં કરિયાવર હત્યાનો કેસ નોંધી લીધો. પોલીસે હત્યાના આરોપી પત્નીની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. મૃતિકાના પરિવારજનો પોલીસ પાસે માગ કરી રહ્યા છે કે આ કેસમાં બાકી આરોપીઓની પણ જલદી ધરપકડ કરવામાં આવે. મેરઠ પોલીસે જણાવ્યું કે, પરિક્ષિતગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ખજૂરી ગામમાં એક વર્ષ આ જ ઈશરત નામની મહિલાના લગ્ન થયા હતા. તેના વધુ પડતા કાળા રંગને લઈને તેનો પતિ તેનાથી દુઃખી રહેતો હતો. ઇશરતના મોતથી બરાબર પહેલા પણ પતિએ તેને ઢોર માર માર્યો હતો.
પત્ની સાથે મારામારીની આ આખી ઘટના CCTV કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. ઇશરતના મોતના થોડા દિવસ બાદ CCTVની આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. પોલીસ ટીમે વીડિયોની તપાસ કરી અને આખી CCTV ફૂટેજને કબજામાં લઈને તેનું પણ એનાલિસિસ કર્યું. ત્યારબાદ પોલીસે ઇશરતના પતિની સખત પૂછપરછ કરી. તેને આખી કહાની બતાવી દીધી અને ઇશરતના મોતનું રહસ્ય સામે આવી ગયું. પોલીસે કહ્યું કે, ઈશરત પર અત્યાચાર, હત્યા અને પછી તેને આત્મહત્યાનો રંગ આપવાના ષડયંત્રને લઈને પોલીસ ઊંડી તપાસ કરી રહી છે. બાકી આરોપીઓની જલદી જ ધરપકડ કરી લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp