ભગવાન કૃષ્ણની પૂજા કરી તો પતિએ તલાક આપ્યા,પત્નીએ લીધું આ પગલું

PC: jagran.com

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં પત્નીને ભગવાન કૃષ્ણની ભક્તિ કરતા જોઇને પતિએ તલાક આપી દીધા હતા.સાસરિયાઓએ પતિને સમજાવવાને બદલે પત્નીને કોસવા માંડી હતી.સંકટના સમયે જ્યારે કોઇએ સાથ ન આપ્યો તો પત્ની શહનાઝે પોતાના બાળપણના મિત્ર પવનને પોતાની આપવીતી સંભળાવી હતી. ધીમે ધીમે તેઓ નજીક આવ્યા અને સાથે રહેવાનો નિર્ણય કર્યો. શહનાઝ અને પવને આશ્રમમાં લગ્ન કરી લીધા અને શહનાઝનું નામ હવે આરોહી કરી દેવામાં આવ્યું છે.

શહનાઝને કૃષ્ણ ભક્તિ કરતા જોઇને તેના પતિએ તીન તલાક આપી દીધા હતા અને શહનાઝને ઘરમાંથી કાઢી મુકી હતી. શહનાઝે સાસરીયાને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ વ્યર્થ ગઇ હતી. આખરે તેણીએ પોતાના બાળપણના મિત્ર પવનને વાત કરી હતી અને બંને ધીમે ધીમે નજીક આવ્યા હતા, બંને મિત્રોએ અગસ્ત્ય મુનિ આશ્રમમાં હિંદુ રિતિરિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા છે.શહનાઝની નવી ઓળખ હવે આરોહી થઇ ગઇ છે.

શહનાઝ અને પવન કુમાર ફરીદપુરના ઢકની રજપુરી ગામના રહેવાસી છે. પવનના કહેવા મુજબ તે શહનાઝના નાનપણથી જાણે છે અને નાની હતી ત્યારથી શહનાઝ ભગવાન કૃષ્ણની ભક્તિ કરતી આવી છે.તેના ઘરવાળા પણ કૃષ્ણ ભક્તિનો વિરોધ કરતા, પરંતુ તે માનતી નહોતી.

શહનાઝની કૃષ્ણ ભક્તિથી અકળાયેલા પરિવારજનોએ વર્ષ 2018માં તેના નિકાહ કરી દીધા હતા. લગ્નના બે જ મહિનામાં શહનાઝના પતિએ તેણીને કૃષ્ણની પુજા કરતા જોઇ લીધી હતી અને તાત્કાલિક તલાક આપીને ઘરમાંથી કાઢી મુકી હતી.

પિયર આવી ગયેલી શહનાઝને તેના પોતાના સ્વજનો પણ મ્હેંણા ટોણા મારતા હતા, તેના માટે જીવન મુશ્કેલ બની ગયું હતું. પવને કહ્યું કે, એક વખત શહનાઝે મને તેની આપવીતી સંભળાવી હતી અને ધીમે ધીમે અમારી વાતચીત વધવા માંડી હતી. આખરે અમે બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો.

જ્યારે શહનાઝના ઘરવાળાઓને અમારા પ્રેમ વિશેની જાણકારી મળી તો તેમણે વિરોધ કર્યો હતો. એક દિવસ ગુપચુપ અમે બંને ગામમાથી ભાગી ગયા હતા અને મઢીનાથમાં આવેલા અગસ્ત્ય મુનિના આશ્રમમાં જઇને લગ્ન કરી લીધા હતા.

મહંતને આખી વાત કરી અને તેમને લગ્ન કરવાની વાત કરી. એ પછી પંડિતે શહનાઝનું શુદ્ધિકરણ કરીને મંત્રોચ્ચાર કરીને સાત ફેરા ફરાવ્યા હતા. શહનાઝે પોતાનું નામ બદલીને આરોહી કરી નાંખ્યું છે. આશ્રમના મહંતે કહ્યું કે, પવન અને શહનાઝ જિંદગીથી કંટાળીને  ટ્રેન નીચે આપઘાત કરવા જઇ રહ્યા હતા, તે વખતે એક વ્યકિતેએ તેમને બચાવ્યા હતા અને જ્યારે તેમની આખી વાત જાણી તો આશ્રમમાં લઇને આવ્યા હતા. આશ્રમમાં આવ્યા પછી  પવન અને શહનાઝનું મન બદલાઇ ગયું હતું અને બંનેએ લગ્ન કરી લીધા હતા. હવે પોલીસ અને તંત્ર પાસે બંનેએ સુરક્ષાની માંગણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp