પતિ જેલમાં, કુટુંબના ભરણપોષણ માટે 1 વર્ષની છોકરી વેચી લીધી લોન, જજને થયું દુઃખ

PC: indiatoday.in

એક વર્ષની બાળકીને જન્મ આપનાર માતાએ પૈસા માટે વેચી દીધી હતી. જ્યારે આ કિસ્સો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે જજની પીડા છલકાઈ ગઈ. તેમણે કહ્યું કે, આપણે ચોક્કસપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. પરંતુ આજે પણ બાળકીને એક વસ્તુ તરીકે ગણવામાં આવે છે. તે પૈસા વધારનારી વસ્તુ જ માનવામાં આવે છે.

બોમ્બે હાઈકોર્ટના જસ્ટિસ SM મોડકે તેમની ટીપ્પણીમાં કહ્યું હતું કે, સમગ્ર મામલાની તપાસ કર્યા બાદ તેઓ પોતે પણ પીડા અનુભવે છે. આ કિસ્સો માનવતા માટે શરમજનક છે. તેમણે કહ્યું કે, વેચાણ શબ્દ જ પીડાદાયક છે. પરંતુ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે, મહિલાનો પતિ જેલમાં છે અને તેને પરિવારનું ભરણપોષણ કરવા માટે પૈસાની જરૂર હતી. આવી સ્થિતિમાં તેની હાલતનો અંદાજ પણ સરળતાથી લગાવી શકાય છે. કોર્ટે કહ્યું કે બાળક ખરીદનાર મહિલાએ માનવતાને શરમજનક કૃત્ય કર્યું છે. કોઈપણ સંજોગોમાં તે સ્વીકારવા યોગ્ય નથી.

મામલો ખૂબ જ દર્દનાક છે. મહિલાનો પતિ જેલમાં હતો. પરિવારનું ભરણપોષણ કરવા તેની પાસે પૈસા નહોતા. તેણે તેની 1 વર્ષની બાળકીને ગીરવે મૂકી. જોકે, ધીરે ધીરે તેણે તેની લોનની રકમ ભરપાઈ કરી દીધી. જો કે, પૈસા આપનાર મહિલાએ બાળક તેની માતાને પરત કરવાનો ઇનકાર કર્યો હતો. પીડિત મહિલાએ પોલીસમાં ફરિયાદ કરતાં બાળક ખરીદનાર મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.

જોકે, નીચલી અદાલતે બાળક ખરીદનાર મહિલાના પતિ અને અન્ય વ્યક્તિને જામીન પર મુક્ત કર્યા હતા. પરંતુ મહિલાને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. નીચલી અદાલતે કહ્યું કે, આ એક જઘન્ય અપરાધ છે. તેથી આરોપીને જામીન આપી શકાય નહીં. જે બાદ મામલો બોમ્બે હાઈકોર્ટમાં આવ્યો હતો. હાઈકોર્ટ આરોપી મહિલાને જામીન આપવા માટે સંમત તો થઈ હતી, પરંતુ સુનાવણી દરમિયાન જજની પીડા છલકાઈ ગઈ હતી. હાઈકોર્ટે આરોપીને એ આધાર પર જામીન આપ્યા હતા કે, તેને પણ બે બાળકો છે. કોર્ટે તેમની પણ કાળજી લેવી પડશે. તેમણે કહ્યું કે, આ કેસની સુનાવણી લાંબા સમય સુધી ચાલશે. તેથી આરોપી મહિલાને જેલની અંદર કેદ રાખવાનો કોઈ અર્થ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp