પત્નીએ સેક્સ કરવાની ના પાડી તો પતિએ કુહાડીથી કાપી નાખ્યું માથું
છત્તીસગઢના સૂરજપુરમાં દારૂના નશામાં છાકટા બનેલા યુવકે પોતાની પત્નીની કુહાડીથી કાપીને હત્યા કરી દીધી. આરોપીએ એક બાદ એક કરીને 3 વખત કુહાડી પત્નીના ગળા પર મારી દીધી. મહિલાનું માથું ધડથી અલગ થઇ ગયું. તો વચ્ચે બચાવ કરવા પહોંચેલા ભાઇને પણ યુવકે બ્લેડ મારીને ઇજાગ્રસ્ત કરી દીધો. ત્યારબાદ તે ઘરથી ભાગી નીકળ્યો હતો, પરંતુ પોલીસે આરોપીને શોધી કાઢ્યો અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. જયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કરવાં ગામમાં સોમવારે રાત્રે હત્યાની ઘટના થઇ હતી.
42 વર્ષીય પ્રાણસાય રાજવાડે સોમવારે રાત્રે નશામાં છાકટો બનીને ઘરે પહોંચ્યો હતો. ઘર પર તેની 28 વર્ષીય પત્ની લોલાબાઇ સાથે કોઇ વાત પર વિવાદ થયો. બૂમાબૂમ સાંભળીને પ્રાણસાયની માતે પ્રેમકુમારીએ બંને વચ્ચે ઝઘડો શાંત કરાવ્યો. ત્યારબાદ પ્રાણસાય ભોજન કરીને રૂમમાં જતો રહ્યો હતો. કામ પૂરું કરીને પત્ની લાલોબાઇ પણ રૂમમાં પહોંચી. થોડા સમય બાદ પરિવારને લાલોબાઇની ચીસો સંભળાઇ. માતા પ્રેમાકુમારી અને પ્રાણસાયનો નાનો ભાઇ અર્જૂન રૂમમાં પહોંચ્યા.
માતા અને ભાઇએ રૂમમાં પહોંચીને જોયું તો પ્રાણસાય, પત્ની પર કુહાડીથી વાર કરી રહ્યો હતો. ત્યારબાદ 3 વખત કુહાડી પોતાની પત્નીના ગળામાં મારી. માથું ધડાથી અલગ થઇ ગયું અને પત્ની લાલોબાઇની ઘટનાસ્થળે જ મોત થઇ ગયું. જ્યારે ભાઇએ રોકવાનો પ્રયત્ન કર્યો તો પ્રાણસાયે તેના પર પણ બ્લેડથી વાત કર્યો અને તેને ઇજાગ્રસ્ત કરીને ઘરથી ભાગી ગયો. પોલીસને પરિવારજનોએ જાણકારી આપી તો પોલીસ પણ પહોંચી ગઇ. પરિવારે આખી વાત પોલીસને જણાવી.
ત્યારબાદ પોલીસ પ્રાણસાયની ધરપકડમાં લાગી ગઇ. મંગળવારે લટોરી ચોકથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ પૂછપરછમાં તેણે જણાવ્યું કે, પત્ની જ્યારે રૂમમાં આવી તો તેણે સંબંધ બનાવવાની ના પાડી દીધી. ત્યારબાદ ગુસ્સામાં આવીને મેં તેની હત્યા કરી દીધી. પોલીસનું કહેવું છે કે, આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો કેસ નોંધી લેવામાં આવ્યો છે. લટોરી પોલીસ સ્ટેશનના પ્રભારી ધનંજય પાઠકે જણાવ્યું કે, આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની વિરુદ્ધ 302 અને 323 હેઠળ હુંનો નોંધી લેવામાં આવ્યો છે. મૃતિકાનું શબ પોસ્ટમોર્ટમ બાદ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp