- National
- પત્નીની દારૂની લતથી પતિ પરેશાન હતો, ગળુ દબાવી દીધું, પછી કહે તેના પર વીજળી પડી
પત્નીની દારૂની લતથી પતિ પરેશાન હતો, ગળુ દબાવી દીધું, પછી કહે તેના પર વીજળી પડી
દારૂ એવી વસ્તુ છે જેને લઈને પતિ-પત્નીમાં મોટા ભાગે ઝઘડો થતો રહે છે, પરંતુ દારૂને લઈને થયેલા આ વિવાદની આખી કહાની અલગ છે કેમ કે અહી પત્નીની દારૂની લતથી પતિ પરેશાન હતો અને તેણે એ જ પરેશાનીથી તંગ આવીને પોતાની પત્નીની હત્યા કરી દીધી. હત્યાની આ ઘટના ઉત્તર પ્રદેશના બાંદાની છે. પોલીસે જ્યારે હત્યાની એક સનસનીખેજ ઘટનાનો ખુલાસો કર્યો તો હત્યારો પતિ જ નીકળ્યો. હત્યારા પતિએ પોતાનો ગુનો સ્વીકારતા કહ્યું કે, તેની દારૂડિયી પત્ની મોટા ભાગે દારૂ પીને પતિ સાથે ઝઘડો કરતી હતી, જેના કારણે પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી.

પત્નીની હત્યા બાદ પતિએ આખી ઘટનાને દબાવવા માટે કાવતરું રચ્યું અને તેને આકાશીય વીજળી પડવાથી મોત બતાવવાનો ઢોંગ કર્યો, પરંતુ પોલીસની તપાસમાં ખુલાસો થયો કે, ગળું દબાવીને મહિલાની હત્યા કરી દેવામાં આવી છે. સખ્તાઈથી પૂછપરછ કરતા ખબર પડી કે પતિએ જ પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી છે. આખો કેસ બાંદા જનપદના ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બાઘેલા બારીની છે. અહી 20 માર્ચના રોજ એક મહિલાનું શબ ખેતરમાં મળવાથી વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો.
આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, મહિલાનું મોત આકાશીય વીજળી પડવાથી થયું છે. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે મહિલાનું શબ કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધું હતું અને પોલીસ આખી ઘટનાની તપાસમાં લાગી ગઈ હતી. તપાસ દરમિયાન પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવીને હત્યા કરવાની વાત નીકળીને સામે આવી. ત્યારબાદ પોલીસ તપાસ કરવા લાગી ગઈ. ત્યારબાદ હવે મૃતક મહિલાના પતિને સખ્તાઈથી પૂછપરછ કરતા પતિએ જણાવ્યું કે, તેણે જ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.

પતિએ જણાવ્યું કે, મોટાભાગે મહિલા દારૂ પીને મારી સાથે ઝઘડો કરતી હતી અને પૈસાની માગણી કરતી હતી, જેથી તંગ આવીને મેં પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. બંદાના અપર પોલીસ અધિક્ષકે હત્યાનો ખુલાસો કરતા આરોપી પતિને જેલ ભેગો કરી દીધો છે. બાંદાના પોલીસ અધિક્ષક લક્ષ્મી નિવાસ મિશ્રાએ જણાવ્યું કે, વ્રજરાની (ઉંમર લગભગ 30 વર્ષ)ની હત્યાનો ખુલાસો કરવામાં આવ્યો છે. મૃતિકા દારૂની લત ધરાવતી હતી અને દારૂ પીને પતિ સાથે ઝઘડો કરતી હતી, જેથી પરેશાન થઈને પતિ પ્યારેલાલે પોતાની પત્નીની હત્યા કરી દીધી.

