પતિએ પત્નીને પ્રેમી સાથે જોઈ, પછી બંનેને પતાવી દીધા, પોલીસને ફોન કર્યો અને...
આરોપી પતિએ રાત્રે 3 વાગ્યે ડાયલ-112 પર પોલીસને ફોન કર્યો. કહ્યું- મેં મારી પત્ની અને તેના પ્રેમીની હત્યા કરી દીધી છે. તમે આવી જાઓ. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો અગાસી પર બંનેના લોહીથી લથપથ શવ પડ્યા હતા. બંનેની ઈંટથી કચડીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે બંને શવોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. જ્યારે, આરોપી પતિની ધરપકડ કરી લેવામાં આવી. ઘટના સહાયલ પોલીસ સ્ટેશનના નંદપુર ગામની છે.
પોલીસે જણાવ્યું કે, નંદપુર નિવાસી શોભારામ (32) રાજમિસ્ત્રીનું કામ કરે છે. ઘરે પત્ની રાગિની (28) બે બાળકો સાથે રહેતી હતી. એક બાળકી 10 વર્ષની છે જે મામાને ત્યાં રહે છે. બુધવારની રાત્રે પત્ની ખાવાનું આપીને ઉપર છત પર જતી રહી. રાત્રે એક વાગ્યે શોભારામ ઉઠ્યો. તે છત પર ગયો તો ત્યાં પત્ની અને તેનો પ્રેમી સિંકુ યાદવ (20) સાથે દેખાયા. પત્ની અને પ્રેમીને એકસાથે જોઈ શોભારામ ગુસ્સે થઈ ગયો. તેણે ત્યાં મુકેલી ઈંટ ઉઠાવી અને બંનેને મારવા માંડ્યો. જ્યારે બંને જમીન પર પડી ગયા તો બંનેને દોરી વડે બાંધી દીધા. ત્યારબાદ ફરીથી તેમને ઈંટથી ત્યાં સુધી મારતો રહ્યો, જ્યાં સુધી બંનેના મોત ના થઈ ગયા. આ દરમિયાન બાળકો નીચે સુઈ રહ્યા હતા. બંનેએ બૂમો પાડી તો આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા.
ઘટનાની સૂચના મળતા એસપી ચારુ નિગમ સહિત અન્ય પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા. આરોપી પતિની ધરપકડ કરી લીધી. આસપાસના ગ્રામીણોએ જણાવ્યું કે, રાગિનીનું સિંકુ સિંહ સાથે અફેર ચાલી રહ્યું હતું. આ વાતને લઇને પહેલા પણ પતિ-પત્ની વચ્ચે વિવાદ થયો હતો. પોલીસે જણાવ્યું કે, ઘટના બાદ આરોપી પતિએ જણાવ્યું કે થોડાં દિવસોથી સિંકૂ, રાગિનીને મળવા છત પર આવતો હતો. આસપાસના લોકોએ મને આ અંગે જણાવ્યું હતું. મેં રાત્રે ઉઠીને તેમને પકડવાનું વિચાર્યું પરંતુ, પત્ની ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવતી હતી. આ કારણે હું રાત્રે ઉઠી શકતો ન હતો. આરોપી શોભારામે જણાવ્યું, હું રાત્રે કામ પરથી પાછો આવ્યો અને જાતે ખાવાનું કાઢીને ખાવા માંડ્યો. ત્યારે જ મારી પત્ની છત પરથી નીચે આવી ગઈ. તેણે કહ્યું કે, ખાવાનામાં મીઠું ઓછું છે. પછી ખબર નહીં તેણે ખાવાનામાં શું મિક્સ કર્યું. મેં જેવુ ખાવાનું ખાધુ તો મને તરત જ ઊંઘ આવી ગઈ. હું ત્યાં જ સુઈ ગયો. 11 વાગ્યાની આસપાસ લાઈટ ગઈ તો મને ગરમી લાગી. પછી મને કંઈ અવાજ સંભળાયો એટલે હું ઉપર ગયો. જ્યારે હું ઉપર ગયો તો મેં જોયુ કે બંને એકસાથે સૂતા હતા. મારી પત્નીએ તે છોકરાને પોતાની સાડીના પાલવમાં સંતાડી રાખ્યો હતો.
જ્યારે મેં જોયુ તો મારી પત્ની બોલી અને તે ના બોલ્યો. મેં પાસે પડેલી ઈંટ ઉઠાવીને મારી દીધી. જેને કારણે છોકરો બેભાન થઈ ગયો. ત્યારબાદ મારી પત્ની મારી પાસે આવી અને તેને છોડવા માટે કરગરવા માંડી. ત્યારબાદ મેં પત્નીને પણ એક ઈંટ મારી દીધી. તેને કારણે તે પણ બેભાન થઈ ગઈ. ત્યારબાદ બંનેને બાંધી દીધા. મેં વિચાર્યું કે જો હું પોલીસને બોલાવીશ તો આ બચી જશે અને પાછો આવશે. આથી મેં બંનેને મારી નાંખ્યા. ઘટનાના સમયે હું એકલો હતો.
પોલીસે જણાવ્યું કે, શોભારામે ઘટનાને અંજામ આપ્યા બાદ પોલીસને સૂચના આપી. શોભારામની પત્ની રાગિનીનું સિંકૂ યાદવ સાથે અફેર ચાલી રહ્યું હતું. શોભારામે રાત્રે પત્નીને પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ. આક્રોશમાં આવીને બંનેની ઈંટથી કચડીને હત્યા કરી દીધી. સિંકૂ યાદવના પરિવાર તરફથી લેખિતમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp