સરપ્રાઈઝ આપવા પહોંચી તો બીજી છોકરી સાથે હતો પતિ, પત્નીની 2 બાળકો સાથે આત્મહત્યા

PC: aajtak.in

પત્ની પોતાના પતિને જન્મદિવસની શુભકામનાઓ આપવા માટે શહેર પહોંચી તો તેની આંખો પહોળી થઈ ગઈ. પતિ ગર્લફ્રેન્ડ સાથે રંગરેલીયા મનાવી રહ્યો હતો. બેવફાઈનો નજારો જોઈને મહિલાએ તરત જ મોબાઇલમાં વીડિયો રેકોર્ડ કરી લીધો અને પછી રડતી રડતી રેલવે સ્ટેશન ટ્રેક પર જઈ પહોંચી. જ્યાં તેણે પોતાના બંને દીકરાઓ સાથે ટ્રેન સામે ઝંપલાવીને પોતાનું જીવન સમાપ્ત કરી લીધું. જિલ્લાના મથાનિયાનો રહેવાસી સુરેશ બિશ્નોઈ જોધપુરમાં ટેક્સી ચલાવે છે અને શહેરના રાતાનાડામાં જ ભાડાનો રૂમ લઈને રહે છે.

ગત 2 જુલાઇના રોજ સુરેશનો જન્મદિવસ હતો. મથાનિયા ગામની રહેવાસી પત્ની બિરમા દેવી આ ખાસ અવસર પર પતિને સરપ્રાઈઝ આપવા શહેર જવા માટે નીકળી અને સાથે પોતાના બંને બાળકોને લઈ ગઈ. રવિવારે સવારે લગભગ 8:00 વાગ્યે બિરમા દેવી રાતાનાડામાં પતિના ભાડાના રૂમ પર જઈ પહોંચી ગઈ અને દરવાજો ખખડાવ્યો તો સુરેશ બિશ્નોઈએ દરવાજો ખોલ્યો. પોતાની પત્ની અને બાળકોને સામે જોઈને સુરેશના ચહેરાનો રંગ ઉતરી ગયો

પત્નીએ રૂમમાં જઈને જોયું તો સુરેશ કોઈ અન્ય મહિલા સાથે રૂમમાં જન્મદિવસ મનાવી રહ્યો હતો. પત્ની સામે ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરીને એક મહિલા નજરે પડી રહી હતી. સાથે જ દીવાલ પર ફુગ્ગા અને હેપ્પી બર્થડેના સ્ટીકર ચોંટાડી રાખ્યા હતા. આ બધુ જોઈને પત્ની ગુસ્સામાં આવી ગઈ અને આવેશમાં આવી ગઈ અને પતિને ખરું ખોટું કહેતા નિરાશ થઈને પોતાના બંને પુત્રો કાર્તિક અને વિશાલને લઈને પાછી મથાનિયા જવા માટે બસમાં બેસીને રવાના થઈ ગઈ.

પરંતુ સફર વચ્ચે મહિલા બિરમા પોતાના બાળકો સાથે બસ રોકીને મંડલનાથ રેલવે સ્ટેશન નજીક ઉતરી ગઈ અને રેલવે ટ્રેક તરફ વધી ગઈ. જ્યાં તેણે પોતાના બંને બાળકો સાથે ટ્રેન આગળ કૂદીને આ દુનિયાને અલવિદા કહી દીધી. કહેવામાં આવી રહ્યું છે કે, પત્નીએ જન્મદિવસની રાત્રે પતિને ફોન પણ કર્યો હતો, પરંતુ કોલ રીસિવ થયો નહોતો. ત્યારબાદ જ તે બાળકોને લઈને સવારે સવારે પતિના રૂમ પર પહોંચી હતી. બીજી તરફ ઘટનાની જાણકારી મળતા પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધી સુરેશ બિશ્નોઈ સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેનારી મહિલાની શોધખોળ કરવામાં આવી રહી છે. હાલમાં બંને જ પોલીસની પકડથી બહાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp