કેન્સર સામે લડતી પત્નીના વાળ કાપ્યા પતિએ પછી જે કર્યું દિલ જીતી લેશે, જુઓ Video

સોશિયલ મીડિયા પર ખૂબ જ ઈમોશનલ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કેંસર સામે જંગ લડી રહેલી પોતાની પત્નીનું મુંડન કરી રહ્યો છે. આ દરમિયાન તેની પત્ની ખૂબ જ રડે છે. તે પત્નીના વાળ હટાવ્યા પછી પોતાના વાળ પણ કાઢી નાખે છે. પત્નીની હિંમત વધારવા માટે પતિ આવું કરે છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક અકાઉન્ટે શેર કર્યો છે.
વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, કોઇપણ એકલા બની લડતું નથી. પ્રેમને સમર્થન આપવા માટે આ પતિએ કેંસર સામે લડી રહેલી પોતાની પત્ની પ્રત્યે જે હિંમત દેખાડી છે અને સાથે જ પોતાનું માથુ પણ મુંડાવી નાખ્યું તેને સલામ છે. પતિ ટ્રીમરની મદદથી પહેલા પત્નીના વાળ કાઢે છે. પછી પોતાનું પણ મુંડન કરી નાખે છે.
વીડિયોના અંતમાં કપલના બાળકની તસવીર છે. જેને મહિલાએ કેંસર સામે લડતા સમયે જન્મ આપ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 1.6 મિલિયનથી વધારે લોકોએ જોયો છે. જેની સંખ્યા વધી રહી છે. લોકો આ વીડિયો પર કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એક ઓનલાન યૂઝરે લખ્યું કે, મેં ઘણાં વર્ષો સુધી એક કેંસર સંસ્થામાં કામ કર્યું છે. એક દિવસ એક વ્યક્તિ તેની પત્ની સાથે આવ્યો અને તેના વાળ ભૂરા રંગના હતા. સૌ કોઈને તેને જોઇ રહ્યા હતા. તે વ્યક્તિએ જણાવ્યું કે, તેણે પોતાના વાળ આ રંગમાં કલર કર્યા છે. જેથી લોકો તેની પત્નીને જોવાની જગ્યાએ તેને ઘૂર્યા કરે. પત્નીના વાળ કિમો થેરાપીના કારણે ઓછા થઇ રહ્યા હતા અને આખરે મુંડન કરવું પડ્યું. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, મને આશા છે કે તેઓ જીવનમાં બધુ સરળતાથી જીતી જશે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, મારે પણ આ પ્રકારનું મારી માતા જોડે કરવું પડ્યું હતું. તેઓ પણ ટર્મિનલી ઇલ કેંસર સામે લડી રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp