બ્યૂટી પાર્લર જતા રોકી તો પત્નીએ ગળે ફાંસો લગાવીને કરી લીધી આત્મહત્યા

PC: aajtak.in

ઇન્દોરથી એક મહિલાના આત્મહત્યા કરવાની હેરાન કરી દેનારી ઘટના સામે આ છે. કહેવામાં આવી રહ્યું છે કે પતિએ પત્નીને બ્યૂટી પાર્લર જવાની ના પાડી તો તેણે નારાજ થઈને ફાંસી લગાવી લીધી. ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ઘટનાસ્થ પહોંચી અને શબને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ઘટનાની તપાસ શરૂ કરી દીધી. આ ઘટના બાદ પરિવારજનોની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ છે. આ ઘટના એરોડ્રમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થઈ છે.

કહેવામાં આવી રહ્યું છે કે, મૃતિકાના લગ્ન ઇન્દોરના રહેવાસી બલરામ સાથે 15 વર્ષ અગાઉ થયા હતા, પરંતુ લગ્ન બાદ જ બંનેમાં વિવાદ થતો રહેતો હતો. મૃતિકાનો પતિ ઘર પર રહીને જ સિવણ કામ કરતો હતો. બલરામે જણાવ્યું કે, તેણે રૂમથી ડોકિયું કરીને જોયું તો તે ફાંસીના ફંદા પર લટકેલી હતી. બલરામે પોલીસને જણાવ્યું કે, બપોરે પત્ની રીના બ્યૂટી પાર્લર જવા માટે વિવાદ કરી રહી હતી. મેં ના પાડી દીધી અને તેનાથી ગુસ્સે ભરાયેલી પત્નીએ ફાંસી લગાવી લીધી.

સ્થાનિક લોકોનું કહેવું છે કે, પતિ-પત્ની વચ્ચે મોટા ભાગે ઝઘડો થતો રહેતો હતો, પરંતુ એ વાતનો કોઈને અણસાર નહોતા કે મહિલા ફાંસી લગાવીને આત્મહત્યા કરી લેશે. આ ઘટના સામે આવ્યા બાદ દરેક હેરાન છે. તપાસ અધિકારી ઉમાશંકર યાદવનું કહેવું છે કે પતિ-પત્ની વચ્ચે નાનકડી વાત પર વિવાદ થયો. તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. પોસ્ટમોર્ટમ બાદ શબને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, એ હિસાબે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ઈન્દોર ક્ષિપ્રા પોલીસ સ્ટેશનમાં એક યુવતી અકસ્માતનો શિકાર થઈ ગઈ. પ્રેમી હૉસ્પિટલમાં શબ છોડીને ફરાર થઈ ગયો. યુવતી 2 વર્ષ અગાઉ ગુમ થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ 28 વર્ષીય પ્રમિલાને દિનેશ (બર્ફાની ધામ કોલોની) ઇજાગ્રસ્ત અવસ્થામાં MY હૉસ્પિટલ લઈને આવ્યો. તેણે જણાવ્યું કે, બાઇકથી જતી વખત શિપ્રામાં ડિવાઈડર સાથે ટકરાઇ ગયા હતા. પ્રમિલાની સ્થિતિ ગંભીર હતી. દિનેશે અટેન્ડર રજિસ્ટરમાં પ્રમિલાના સ્વજનના નંબર લગાવી દીધા. મોડી રાત્રે મોત થતા હૉસ્પિટલના કર્મચારીઓએ ફોન લગાવ્યો તો ખબર પડી કે તે તો 2 વર્ષથી ગુમ હતી. પરિણીત મહિલા ગુમ થયાની ફરિયાદ પણ થઈ ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp