SDM ‘જ્યોતિ મૌર્ય’ પાર્ટ-2, પત્નીને ભણાવીને નર્સ બનાવી, નોકરી મળી તો છોડી ગઈ

ઉત્તર પ્રદેશના અમેઠીમાં SDM ‘જ્યોતિ મૌર્ય’ પાર્ટ-2 સામે આવ્યો છે. અહીં લગ્ન બાદ યુવકે પોતાની પત્નીને ભણાવીને નર્સ બનાવી દીધી. પતિનો આરોપ છે કે નર્સ બન્યા બાદ યુવકની પત્નીને અમેઠીની સૈનિક સ્કૂલમાં નોકરી મળી. નોકરી મળતાં પત્નીએ પતિ અને પરિવાર સાથેના સંબંધો તોડી નાખ્યા. યુવક અમેઠી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ઑફિસની બહાર ફરિયાદ પત્ર લઈને ભટકી રહ્યો છે. પીડિત મધ્યપ્રદેશના રીવા જિલ્લાનો રહેવાસી છે. જો કે પત્નીનું કહેવું છે કે તેનો પતિ ખોટું બોલી રહ્યો છે. તેણે મને ભણાવી નથી, મારા માતા-પિતાએ ભણાવી છે અને છુટાછેડાનો કેસ પતિએ જ ફેમિલી કોર્ટમાં દાખલ કર્યો છે.
ઉત્તર પ્રદેશના મહિલા PCS ઓફીસર જ્યોતિ મોર્યાનું પ્રકરણ ગાજેલુ જ છે એ પછી અમેઠીમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.પતિના દાવો છે કે, પત્નીને ભણાવી-ગણાવી, નર્સ બનાવી, એ પછી સૈનિક સ્કુલમાં નોકરી મળી તો એક શિક્ષક સાથે પત્નીએ ગેરકાયદેસર સંબંધ બાંધ્યો છે. પત્નીએ બધા સંબંધ ખતમ કરી નાંખ્યા છે. પીડિત યુવક ન્યાય માટે અધિકારીઓના ચકકર કાપી રહ્યો છે.
મધ્ય પ્રદેશના રીવા જિલ્લાના રકરી ગામમાં રહેતા સુશીલનું કહેવું છે કે તેના 2013માં લગ્ન થયા હતા.લગ્ન પછી તેણે પત્નીને આગળ ભણાવી હતી, હવે નોકરી મળ્યા પછી સંબંધ રાખતી નથી અને મારી દીકરી સાથે પણ મળવા દેતી નથી.
પીડિત પતિએ જણાવ્યું કે આ આખો મામલો ફેબ્રુઆરી 2021માં તેના ધ્યાનમાં આવ્યો જ્યારે તે તેની પત્નીને મળવા માટે સ્કૂલ પહોંચ્યો હતો. મામલો ધ્યાને આવતાં તેણે પ્રિન્સિપાલને ફરિયાદ પણ કરી હતી. આ પછી બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે મામલો મધ્યપ્રદેશની ફેમિલી કોર્ટમાં પહોંચ્યો. પત્ની તેને દીકરીને મળવા દેતી નથી.કોલેજના તંત્રએ પણ સુશીલના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે.સુશીલે પુરાવા સાથે SPને અરજી કરીને મદદ માંગી છે.
સુશીલની પત્ની પ્રિયાએ પતિએ લગાવેલા બધા આરોપોને બેબુનિયાદ બતાવ્યા હતા.તેણીએ કહ્યું કે મારા માતા-પિતાએ મને ભણાવી છે અને નોકરી અપાવી છે. પતિ બિનજરૂરી હેરાન કરી રહ્યો છે. પતિએ જ ફેમિલી કોર્ટમાં છુટાઠેડાનો કેસ કરેલો છે.પતિ ખોટી ખોટી ફરિયાદો કરીને આરોપો લગાવીને પરેશાન કરી રહ્યો છે.
ઉત્તર પ્રદેશમાં SDM જ્યોતિ મોર્યાનો કિસ્સો ભારે ચર્ચામાં છે.SDM અને તેના પતિ વચ્ચેના વિવાદનો હોબાળો મચેલો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp