સ્માર્ટફોનને કારણે હૈદરાબાદની મહિલાની આંખો ખરાબ, તમે સૂતા-સૂતા મોબાઈલ જુઓ છો?

PC: inneseyeclinic.com

મોબાઈલ ફોન આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આપણે હવે સમય જોવા માટે પણ મોબાઈલ પર નિર્ભર બની ગયા છીએ. સ્માર્ટફોને આપણું જીવન સરળ બનાવ્યું છે, તેમાં કોઈ શંકા નથી. જો કે, તમે કલ્પના પણ નહીં કરી હોય કે, ફોનનો જરૂર કરતા વધારે લગાવ કેટલો ભારે પડી શકે છે. હૈદરાબાદમાં એક 30 વર્ષીય મહિલાએ તેના સ્માર્ટફોનના કારણે આંખોની રોશની ગુમાવી દીધી. તેણે 18 મહિના સુધી આ સમસ્યા સહન કરી અને ઘણી સારવાર કરાવી. મહિલાનો ઈલાજ કરનાર ડોક્ટર દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી માહિતી તમને ડરાવી શકે છે, પરંતુ સતર્ક રહેવું જરૂરી છે.

હૈદરાબાદની અપોલો હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટ ડૉ. સુધીર કુમારે લખ્યું, 30 વર્ષની મંજુને જોવામાં તકલીફ થવા લાગી. લગભગ દોઢ વર્ષ સુધી તેણે આ સમસ્યાનો સામનો કર્યો. મંજુ ફ્લોટર્સ (તારાઓની જેમ), પ્રકાશના તેજસ્વી ઝબકારા, શ્યામ ઝિગ ઝેગ રેખાઓ દેખાઈ રહી હતી અને કેટલીકવાર તેને કોઈપણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવા લાગી હતી. કેટલીકવાર એવું બનતું હતું કે, તે ઘણી સેકંડ સુધી કંઈપણ જોઈ શકતી ન હતી. આવું ત્યારે થતું જ્યારે તે રાત્રે જાગીને વોશરૂમ જતી. જ્યારે આંખના ડૉક્ટરે જોયું, ત્યારે તો બધું સારું નીકળ્યું, પછી તેને ન્યુરોલોજીસ્ટને રીફર કરવામાં આવી.

ડોક્ટર આગળ લખે છે, જ્યારે મેં હિસ્ટ્રી તપાસી તો જાણવા મળ્યું કે, જ્યારે તેણીએ સ્પેશિયલ એબલ્ડ બાળકની સંભાળ રાખવા માટે બ્યુટીશીયન તરીકેની નોકરી છોડી ત્યારે લક્ષણોની શરૂઆત થઈ હતી. તેને ઘણા કલાકો સુધી ફોન સ્ક્રોલ કરવાની આદત પડી ગઈ હતી. આમાં તે બે કલાકનો પણ સમાવેશ થાય છે જ્યારે તે લાઇટ બંધ કરીને ફોન તરફ જોતી રહેતી હતી. ડૉક્ટરે કહ્યું કે, તેને સ્માર્ટ ફોન વિઝન સિન્ડ્રોમ હોવાનું નિદાન થયું છે. કોમ્પ્યુટર, સ્માર્ટફોન કે ટેબલેટનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી આંખોને લગતી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

ડૉ. સુધીરે જણાવ્યું કે, તેણે મંજુને કોઈ દવા નથી આપી પરંતુ તેને સ્માર્ટફોનનો ઉપયોગ ઓછો કરવાની સલાહ આપી. મંજુએ કહ્યું કે, ફોનનો ઉપયોગ ઓછો કરવાને બદલે તે જરૂર પડ્યે જ જોશે. તેણે કહ્યું કે, તે ફોનનો ઉપયોગ માત્ર મનોરંજન માટે કરતી હતી. એક મહિનાની સમીક્ષા પછી, મંજુ સંપૂર્ણપણે સાજી થઈ ગઈ. 18 મહિનાથી નબળી રહેલી તેમની દૃષ્ટિ ઠીક થઈ ગઈ છે. હવે તેની દૃષ્ટિ સારી હતી. કોઈ ફ્લોટર્સ અને તેજસ્વી લાઈટો દેખાતી ન હતી. રાત્રે આંખ આગળ અંધારું છવાઈ જવાની તેની સમસ્યાનો પણ અંત આવ્યો.

લાંબા સમય સુધી સ્ક્રીન અને ડિજિટલ ઉપકરણો તરફ જોવાનું ટાળો. તેનાથી આંખો સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. દર 20 મિનિટે 20 સેકન્ડનો વિરામ લો. સ્ક્રીન પર કામ કરતી વખતે 20 ફૂટ દૂર સુધી જુઓ. જો તમે બેસીને કામ કરો છો, તો વચ્ચે બ્રેક લેવો ખૂબ જ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp