સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે, હું ખ્રિસ્તી છું, પરંતુ મને હિંદુ ધર્મ પસંદ છે

PC: thehindu.com

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ કેએમ જોસેફે હિન્દુ ધર્મ વિશે મોટી વાત કહી છે. તેણે સોમવારે 27 ફેબ્રુઆરી, સોમવારે કહ્યું, તેઓ પોતે એક ખ્રિસ્તી છે, પરંતુ તેમ છતાં તેમને હિંદુ ધર્મ સાથે લગાવ છે. દેશના પ્રાચીન, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળોના મુળ નામોને પુનઃસ્થાપિત કરવા માટે એક કમિશનની રચના કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરતી વખતે તેમણે આ ટિપ્પણી કરી હતી. આ બેંચમાં જસ્ટિસ બીવી નાગરત્નન પણ સામેલ હતા.

હિંદુ ધર્મ વિશે ટિપ્પણી કરતા ન્યાયાધીશ જોસેફે કહ્યુ કે, આ એક મહાન ધર્મ છે અને તેને નીચો દેખાડવાનો પ્રયાસ ન થવો જોઇએ. તેમણે આગળ કહ્યું કે હિંદુ ધર્મ જે ઉંચાઇ પર પહોંચ્યો છે અને ઉપનિષદ, વેદ અને ભગવદગીતામાં જે ઉલ્લેખો કરવામાં આવ્યા છે, ત્યાં સુધી કોઇ પણ વ્યવસ્થા પહોંચી શકી નથી. ખંડપીઠે નામ બદલવા કમિશન ની રચનાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે, દેશ ભૂતકાળનો કેદી ન રહી શકે. ધર્મનિરપેક્ષ ભારત બધાનું છે.

હિંદુ ધર્મની પ્રસંશા કરતા ન્યાયાધીશ જોસેફે કહ્યુ કે, આધ્યાત્મિક જ્ઞાનમાં હિંદુ ધર્મ મોટી ઉંચાઇઓ પર પહોંચેલું છે. આપણને આ મહાન ધર્મ પર ગર્વ થવો જોઇએ અને આપણે તેને નીચો ન બતાવવો જોઇએ. આપણને આપણી મહાનતા પર ગર્વ હોવો જોઇએ અને આપણી મહાનતા જ આપણને  ઉદાર બનાવે છે. ન્યાયાધીશે કહ્યુ કે, હું પણ હિંદુ ધર્મનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું અને હું લોકોને વિનંતી કરુ છુ કે હિંદુ ધર્મના દર્શન પર ડો. એસ, રાધાકૃષ્ણને લખેલું પુસ્તક વાંચવું જોઇએ.ન્યાયાધીશ જોસેફે કહ્યું કે, કેરળમાં અને રાજાઓ છે, જેમણે ગિરજાઘરો અને અન્ય ધાર્મિક સ્થાનો માટે તેમની જમીન દાનમાં આપી દીધી હતી.

જસ્ટિસ જોસેફે કહ્યું, તમે રસ્તાઓનું નામ બદલવાને મૂળભૂત અધિકાર કહી રહ્યા છો? તમે ઈચ્છો છો કે અમે ગૃહ મંત્રાલયને આ વિષય પર કમિશન બનાવવાની સૂચના આપીએ ? તેમણે વધુમાં કહ્યું, તમે અકબર રોડનું નામ બદલવાની પણ માંગ કરી છે. ઈતિહાસ કહે છે કે અકબરે બધાને સાથે લાવવાની કોશિશ કરી હતી. આ માટે દીન-એ-ઇલાહી જેવો અલગ ધર્મ લાવવામાં આવ્યો હતો.આના પર અરજદાર અશ્વિની ઉપાધ્યાયે કહ્યું, તે એક રસ્તાના નામ સુધી મર્યાદિત ન હોવું જોઈએ, જે લોકોએ આપણા વડવાઓને અકલ્પનીય મુશ્કેલીઓ આપી હતી. જેના કારણે અમારી માતાઓને જૌહર જેવા પગલા ભરવા પડ્યા હતા. તે ક્રૂર યાદોને સમાપ્ત કરવાની જરૂર છે.

આના પર ખંડપીઠે કહ્યું,  આપણા પર હુમલો થયો, તે સાચું છે. શું તમે સમયને પાછળ લઇ જવા માંગો છો? તમે આના દ્વારા શું પ્રાપ્ત કરવા માંગો છો? શું દેશમાં સમસ્યાઓની કમી છે? તેમને છોડીને, ગૃહ મંત્રાલય હવે નામ શોધવા  નિકળે? શરૂ કરો? કોર્ટે કહ્યું,  હિંદુત્વ એક ધર્મ નહી, જીવન શૈલી છે. એમાં કટ્ટરતાને કોઇ સ્થાન નથી. હિંદુત્વએ મહેમાનો અને હુમલાખોરો બધાનો સ્વીકાર કરી લીધો છે. તેઓ આ દેશના હિસ્સો બનતા રહ્યા છે. ભાગલા પાડો અને રાજ કરો એ નીતી અંગ્રેજોની હતી. હવે સમાજના ભાગલાં પાડવાની કોશિશ ન થવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp