'હું ઘરે એકલો છું, આવી જાઓ, કંઈ હું ખાઈ...', SIએ અડધી રાતે યુવતીને મેસેજ કર્યો

ઉત્તર પ્રદેશના કાનપુરના એક સબ ઈન્સ્પેક્ટરને એક યુવતી સાથે અશ્લીલ ચેટ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે, ઈન્સ્પેક્ટરે રાત્રે 3 વાગે એક યુવતીને વોટ્સએપ મેસેજ મોકલીને ઘરે મળવા બોલાવી હતી. આ વાત પોલીસ કમિશનર B.P.જોગદંડના ધ્યાને આવતાં જ તેમણે આ અંગે તપાસના આદેશ આપ્યા હતા. ત્યાર પછી ઈન્સ્પેક્ટર શુભમ સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ બાબતે ADCP અંકિતા શર્માએ કહ્યું કે, પ્રથમ નજરે ઈન્સ્પેક્ટરની ચેટ અભદ્ર જણાય છે. ત્યાર પછી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ગોવિંદ નગરના ACPને આ મામલે તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જ્યારે યુવતી હજુ પણ આરોપ લગાવી રહી છે કે, દરોગાજી મારી માતાને ફોન કરી રહ્યા છે અને ધમકી આપી રહ્યા છે કે, તે કોઈને નિવેદન નહીં આપે. નહિ તો હું તને બરબાદ કરી દઈશ.

હકીકતમાં, રતનલાલ નગરમાં 2 દિવસ પહેલા, સ્થાનિક લોકોએ લગ્ન સમારંભમાં વેઈટર તરીકે કામ કરતા યુવકને માર માર્યો હતો. તે પછી તેઓ તેને ઉપાડી ગયા અને ક્યાંક લઈ ગયા. પીડિત યુવકની ભાણેજે રતનલાલ નગર ચોકીના ઈન્ચાર્જ શુભમ સિંહને ફોન કરીને તેની જાણકારી આપી. ઈન્સ્પેક્ટરે કહ્યું કે હું કેવી રીતે પહોંચાડીશ દઉં, તમારા મામા ગાયબ થઈ ગયા છે, તો છોકરીએ વોટ્સએપ પર ફોટો મોકલી આપ્યો.

ઈન્સ્પેક્ટર શુભમ સિંહે રાત્રે 3 વાગે યુવતીને વોટ્સએપ મેસેજ મોકલ્યો. જેમાં તેણે લખ્યું હતું કે 'હું ઘરે એકલો છું, તમે મારા ઘરે આવી જાઓ', તેના પર યુવતીએ કહ્યું કે, મારા ઘરે બધા સૂઈ રહ્યા છે, તે યોગ્ય નથી. પછી ઈન્સ્પેક્ટરે કહ્યું એક કપ ચા પી લે જે. છોકરીએ કહ્યું, આ સારી વાત નથી, હું નહિ આવી શકું, તો ઈન્સ્પેક્ટરે કહ્યું, અરે હું તને ખાઈ થોડો જઈશ. તમે આવી જાઓ મારા ઘરે, મારા મહોલ્લામાં બધા સૂઈ ગયા છે. હવે તો ઊંઘ પણ નથી આવી રહી. તમે અહીં આવી જાઓ રૂમ પર વાતો કરીએ. બસ મને તારી સાથે વાત કરવાનું મન થાય છે.

જ્યારે યુવતીએ કહ્યું કે, તમે આવી કેવી વાતો કરો છો, તો ઈન્સ્પેક્ટરે પણ સ્પષ્ટતા કરવાનું શરૂ કર્યું કે, ખોટું ના વિચારશો કે તમારો ઈન્સ્પેક્ટર તમને રાત્રે 3 વાગ્યે તેના ઘરે બોલાવી રહ્યો છે. આ આખી ચેટ સવારે વાયરલ થઈ અને પોલીસે આ આખો મામલો દબાવવાનું શરૂ કર્યું. જ્યારે પોલીસ કમિશનર B.P. જોગદંડને આ અંગેની જાણ થઈ ત્યારે તેમણે તાત્કાલિક ADCP દક્ષિણ અંકિતા શર્માને આ મામલે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તપાસ કર્યા પછી ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.