કોઈના બાપથી નથી ડરતો,હું માત્ર તેમનાથી જ ડરું..ધીરેન્દ્ર શાસ્ત્રી કોનાથી ડરે છે

PC: twitter.com

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. માત્ર 26 વર્ષની ઉંમરે ધીરેન્દ્ર શાસ્ત્રીને પ્રેમ કરનારા લાખો લોકો મળી ગયા છે. બાબા બાગેશ્વર અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. બાબા બાગેશ્વરના દરબારમાં તમામ રાજકીય પક્ષોના ઘણા મોટા અને દિગ્ગજ નેતાઓએ હાજરી આપી ચુક્યા છે. આ દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બાબા બાગેશ્વરને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવી રહ્યું છે કે, શું ધીરેન્દ્ર શાસ્ત્રીને ડર લાગે છે? જેના પર શાસ્ત્રીએ એવો જવાબ આપ્યો કે, ત્યાં બેઠેલા તમામ લોકો તાળીઓ પાડવા લાગ્યા.

જ્યારે મીડિયાએ પ્રશ્ન પૂછ્યો તો ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, 'કોઈના બાપથી પણ નહીં'. આના પર મીડિયાએ બીજીવાર પૂછ્યું કે, ક્યારેય ડર નથી લાગ્યો?, ધીરેન્દ્ર શાસ્ત્રીએ એના પર જવાબ આપ્યો કે, 'ડરવું કોના બાપથી? અમે ન તો કોઈના બાપના બળદ છોડ્યા છે, ન કોઈના ઘર પર કબજો કર્યો છે, ન કોઈની પાસેથી દાન લીધું છે, તો કોના બાપથી ડરવું જોઈએ?'

જવાબ આપતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે, 'અમે માત્ર હનુમાનજીથી ડરીએ છીએ. પાપથી ડરીએ છીએ. અમારા દ્વારા એવું કોઈ કૃત્ય ન થઇ જાય કે જેનાથી ધર્મને નીચું જોવું પડે, આપણે બસ તેનાથી ડરીએ છીએ.' બાબા બાગેશ્વરના આ જવાબ પછી સ્ટુડિયોમાં બેઠેલા લોકો તાળીઓ પાડવા લાગ્યા અને 'જય શ્રી રામ'ના નારા લગાવવા લાગ્યા. ધીરેન્દ્ર શાસ્ત્રીનો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

પાછલાં દિવસોમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહારાષ્ટ્રમાં દરબારનું આયોજન કર્યું હતું. દરબાર લગાવતા પહેલા પોલીસે ઈવેન્ટના આયોજકોને નોટિસ મોકલી હતી. પોલીસે આયોજકોને કાર્યક્રમમાં સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. આ સાથે પોલીસે નોટિસમાં કહ્યું હતું કે, કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારના વિવાદાસ્પદ નિવેદનો ન કરવા જોઈએ. નોટિસ આપતી વખતે પોલીસે કાર્યક્રમના આયોજકોને કહ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીએ સંત તુકારામ વિશે કોઈ નિવેદન ન આપવું જોઈએ.

અહીં તમને જણાવી દઈએ કે, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના આવા ઉગ્ર શબ્દો અને નિવેદનો હવે જબલપુરમાં પણ સાંભળવા મળવાના છે. શાસ્ત્રી 25મી માર્ચથી અહીં ભાગવત કથા કરવાના છે. દરેકની નજર અહીં યોજાનાર દિવ્ય દરબાર પર રહેશે. આયોજકોએ અહીં 6 લાખ લોકો એકઠા થવાની તૈયારી કરી લીધી છે. જો કે આ કાર્યક્રમમાં આના કરતા વધુ લોકો ભાગ લેશે તેવો અંદાજ છે. બાગેશ્વર ધામ સરકારના આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવા વહીવટી તંત્ર પણ મહેનત કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp