મારે રસ્તા પર ચાલવાનો ઓલિમ્પિક રેકોર્ડ નથી બનાવવોઃ પ્રશાંત કિશોર

PC: republicworld.com

કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ હરિયાણામાં છે. રાહુલ ગાંધીની આગેવાનીમાં ચાલી રહેલી આ યાત્રાએ ઘણી લોકપ્રિયતા હાંસલ કરી છે અને તેમાં કોઇ બેમત નથી. જોકે, રાજકારણના મેદાનમાં આ યાત્રાને લઇને હજુ પણ કેટલાક સવાલ ઉભા થઇ રહ્યા છે. હવે ચૂંટણી રણનીતિકાર સાથે રાજનેતા બનેલા પ્રશાંત કિશોરે ભારત જોડો યાત્રાને નજરમાં રાખતા શનિવારે 7મી જાન્યુઆરીના રોજ કહ્યું કે, તે મોટા લોકો છે.

IPACના સંસ્થાપક પ્રશાંત કિશોર પણ આ સમયે બિહારમાં પદયાત્રા કરી રહ્યા છે. પત્રકારોના એક સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે, તે મોટા લોકો છે. તેમની સરખામણીમાં તો હું કંઇ જ નથી. કિશોરે કહ્યું કે, કોંગ્રેસ મોટી પાર્ટી છે અને રાહુલ ગાંધી ઘણા મોટા માણસ છે અને તેઓ રાષ્ટ્રીય સ્તર પર મોટા પ્રયાસો કરી રહ્યા છે.

પ્રશાંત કિશોરે કટાક્ષ કરતા કહ્યું કે, રાહુલ ગાંધી 3500 કિલોમીટર લાંબી યાત્રા પર છે. મારા માટે કિલોમીટર મહત્વના નથી. હું ઓક્ટોબરથી થોભ્યા વગર ચાલી રહ્યો છું, પણ હું પોતાની શારીરિક ફિટનેસના પૂરાવાના રૂપમાં તેને નથી બતાવવા માગતો. તેમણે કહ્યું કે, મારા માટે યાત્રા સમાજને નીચલા સ્તર પર સમજવાનો પ્રયાસ છે અને તેનું સમાધાન પણ લોકોના માધ્યમથી કાઢવાનું છે.

IPACના સંસ્થાપક પ્રશાંત કિશોરે રાહુલ ગાંધી પર પરોક્ષ રૂપે કટાક્ષ કરતા કહ્યું કે, રસ્તા પર ચાલવાનો મારે ઓલિમ્પિક રેકોર્ડ નથી બનાવવાનો, કે મારે નથી બતાવવું કે હું કેટલો ફિટ છું. મારે જનતાની સમસ્યાને સમજવાની છે, તેથી મારી યાત્રાની તેની સાથે કોઇ તુલના નથી.

તેમણે આગળ કહ્યું કે, આ છઠ્ઠની તપસ્યાની જેમ છે. એક પાણીનો ઘુંટ લઇ શકાય છે, પણ સાચા ભક્ત એ રીતની સમજૂતી નથી કરતા અને 36 કલાકનો ભીષણ ઉપવાસ પૂરો કરે છે. કિશોરે ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, નવા વર્ષ પર મેં નથી બ્રેક લીધો અને નથી હું ઘરે ગયો, આ મારા માટે નથી.

પ્રશાંત કિશોર પહેલી વખત 2014ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના શાનદાર સફળ અભિયાનને સંભાળ્યા બાદ ચર્ચામાં આવ્યા હતા. ત્યાર બાદ, તેમણે કેટલાક રાજકીય દળો માટે ચૂંટમી પ્રચારની જવાબદારી સંભાળી. વર્ષ 2021માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી થઇ અને ત્યાં તેમણે મમતા બેનર્જીને ફરી એક વાર જીત અપાવી.

આ દરમિયાન, IPACના સંસ્થાપકે નીતીશ કુમાર, ઉદ્ધવ ઠાકરે, એમ કે સ્ટાલિન, અરવિંદ કેજરીવાલ, અમરિંદર સિંહ, જગન મોહન રેડ્ડી અને ચંદ્રશેખર રાવ જેવા કેટલાક નેતાઓ સાથે કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp