નૂહ હિંસામાં મોતને ભેટેલા જવાનના પિતાની વ્યથા, મેં કારગીલમાં યુદ્ધ લડેલું અને..

હરિયાણાના નૂહમાં સોમવારથી શરૂ થયેલી હિંસામાં હોમગાર્ડના એક જવાનનું મોત થયું હતું. પિતા દીકરાની સાથે રાત્રી ભોજન કરવાની રાહ જોઇને બેઠા હતા, પરંતુ દીકરો તો ન આવ્યો, પરંતુ તેના મોતના સમાચાર આવ્યા હતા. પિતા દેશ માટે કારગીલ યુદ્ધ લડ્યા હતા અને તેમણે તોફાનમાં પોતાનો દીકરો ગુમાવ્યો.

હરિયાણાના મેવાત-નુહમાં સોમવારથી શરૂ થયેલી હિંસામાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 60 લોકો ઘાયલ થયા છે. હિંસા દરમિયાન તોફાનીઓએ સેંકડો વાહનોને આગ ચાંપી દીધી હતી. હરિયાણા પોલીસે આ મામલામાં 26 FIR નોંધી છે, જ્યારે 116 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ હિંસામાં 2 હોમગાર્ડ્સના મોત થયા હતા.

નીરજના પિતા સફેદ શર્ટમાં બેઠેલાં

આ હિંસામાં હોમગાર્ડ નીરજ ચિરંજી લાલે પણ જીવ ગુમાવ્યો હતો. નીરજનો પરિવાર ગુરુગ્રામના ગઢી બાજીદપુરમાં રહે છે. આ એક હિન્દુ પ્રભુત્વ ધરાવતું ગામ છે, જ્યાં 50 મુસ્લિમ પરિવારો પણ રહે છે. નીરજના પરિવારે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે તેમના ગામમાં લોકો હંમેશા શાંતિ અને સંવાદિતા સાથે રહેતા હતા. તેઓએ ક્યારેય આવી હિંસા વિશે વિચાર્યું નહોતું.

નીરજ લાલનું આખું પરિવાર ડિફેન્સ અને હોમગાર્ડના બેકગ્રાઉન્ડથી આવે છે. મીડિયા સાથેની વાતમાં નીરજના પિતા ભાવૂક થઇ ગયા હતા. તેમણે કહ્યુ કે મેં દેશની સેવા માટે કારગીલની લડાઇ લડી હતી. મેં મારો દીકરો ગુમાવ્યો છે, પરંતુ મને ગર્વ પણ છે કે તે પોતાની ફરજ નિભાવત નિભાવતા શહીદ થઇ ગયો છે. નીરજ લાલના પૂરા સન્માન સાથે મંગળવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

નીરજના પિતાએ કહ્યું કે, જે લોકો સાંપ્રદાયિક તનાવ ઉશ્કેરે છે તે ખોટા છે, કોઈ ધર્મ આવું કહેતો નથી. હું મારા પૌત્રોને પણ દેશની સેવા કરવા મોકલીશ.બીજી તરફ, નીરજની પત્નીએ કહ્યું, હું સરકારને અપીલ કરું છું કે બે સમુદાયો વચ્ચેની આ લડાઈ બંધ કરે. હું નથી ઈચ્છતી કે મારા જેવી કોઈ બહેન વિધવા બને અને કોઈનો દીકરો તેના પિતાને ગુમાવે.

આ હિંસામાં મોતને ભેટેલા 4 નાગરિકોમાં એક નામ શક્તિનું પણ હતું. શક્તિ નૂહથી 18 કિલોમીટર દુર આવેલા ભાદસ ગામનો રહેવાસી હતો. આ ગામમાં હિંદુઓની વસ્તી માત્ર 2 જ ટકા છે, પરંતુ અહીં ત્યારે હિંસા કે બબાલ  થઇ નથી. શક્તિ બડકલ વિસ્તારમાં મિઠાઇની દુકાનમાં કામ કરતો હતો, આ વિસ્તારમાં હિંસા શરૂ થઇ તો શક્તિ પોતાના ઘરે આવી ગયો હતો. તે વખતે તેને  માહિતી મળી કે ગામના મોટો ગુરુકુળ આશ્રમમાં તોફાનીઓએ હુમલો કર્યો છે.શક્તિ ત્યાં જોવા ગયો અને પછી પાછો જ ફર્યો. પરિવારે તપાસ કરી તો શક્તિની રસ્તા પર લાશ પડી હતી.

હરિયાણાના નૂહમાં શરૂ થયેલી હિંસા ગુરુગ્રામમાં પહોંચી હતી. ટોળાએ એક વૃદ્દની ગાદી- તકીયાની દુકાનને આગ લગાવી દીધી હતી.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.