રામ જન્મભૂમિ કેસમાં ચુકાદો ન આપવા માટે મારા પર દબાણ હતું : હાઈકોર્ટના પૂર્વ જજ

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં ચુકાદો આપનાર અલ્હાબાદ હાઈકોર્ટના જજ (નિવૃત્ત) સુધીર અગ્રવાલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મારા પર રામજન્મભૂમિ કેસમાં ચુકાદો ન આપવાનું દબાણ હતું. સુધીર અગ્રવાલ 2010માં રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં સીમાચિહ્નરૂપ ચુકાદો આપનારી અલ્હાબાદ હાઈકોર્ટની બેંચનો એક ભાગ હતા. તેઓ 23 એપ્રિલ, 2020ના રોજ હાઈકોર્ટમાંથી નિવૃત્ત થયા હતા.
શનિવારે ઉત્તર પ્રદેશના મેરઠમાં એક કાર્યક્રમ દરમિયાન સુધીર અગ્રવાલે કહ્યું, 'અયોધ્યા રામજન્મભૂમિ કેસમાં ચુકાદો ન આપવાનું મારા પર દબાણ હતું.' તેમણે કહ્યું કે, 'જો ચુકાદો ન આવ્યો હોત તો આગામી 200 વર્ષ સુધી આ મામલે કોઈ નિર્ણય ન આવ્યો હોત.'
મીડિયા સાથે વાત કરતા અગ્રવાલે કહ્યું, 'ચુકાદો સાંભળ્યા પછી... હું ધન્ય અનુભવું છું.' મારા પર કેસમાં નિર્ણય મોકૂફ રાખવાનું દબાણ હતું. ઘરની અંદરથી પણ અને સાથે સાથે બહારથી પણ દબાણ હતું. તેમણે કહ્યું કે, પરિવારના સભ્યો અને સંબંધીઓ સલાહ આપતા હતા કે, કોઈક રીતે સમય પસાર થવાની રાહ જુઓ અને ચુકાદો ન સંભળાવો. તેમણે કહ્યું, 'જો રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં 30 સપ્ટેમ્બર, 2010ના રોજ ચુકાદો ન આવ્યો હોત તો આગામી 200 વર્ષ સુધી આ કેસમાં કોઈ ચુકાદો ન આવ્યો હોત.'
30 સપ્ટેમ્બર, 2010ના રોજ, અલ્હાબાદ હાઈકોર્ટે 2:1 બહુમતીથી ચુકાદો આપ્યો. કોર્ટે કહ્યું હતું કે, અયોધ્યામાં સ્થિત 2.77 એકર જમીન ત્રણ પક્ષકારો-સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને 'રામલલ્લા' વચ્ચે સમાનરૂપે વહેંચવામાં આવશે.
હાઈકોર્ટની બેંચમાં જસ્ટિસ S.U. ખાન, સુધીર અગ્રવાલ અને D.V. શર્માનો સમાવેશ થાય છે. નવેમ્બર 2019માં પોતાના ઐતિહાસિક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, 'અયોધ્યામાં વિવાદિત જમીન પર મંદિર બનાવવામાં આવશે. આ સાથે કેન્દ્ર સરકારને નવી મસ્જિદના નિર્માણ માટે મુસ્લિમ પક્ષકારોને પાંચ એકરનો પ્લોટ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટની પહેલા આ મામલે અલાહાબાદ હાઈકોર્ટે 2010માં પોતાનો ચુકાદો આપ્યો હતો. હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. 30 સપ્ટેમ્બર, 2010ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે અયોધ્યાની વિવાદિત જગ્યાને રામજન્મભૂમિ જાહેર કરી હતી. હાઇકોર્ટે 2.77 એકર જમીનનું વિભાજન કર્યું હતું. કોર્ટે સુન્ની વક્ફ બોર્ડ, નિર્મહી અખાડા અને રામલલા વચ્ચે જમીનની સમાન વહેંચણી કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આ કેસમાં સામેલ ત્રણ પક્ષકારો નિર્મોહી અખાડા, સુન્ની વક્ફ બોર્ડ અને રામલલાએ આ નિર્ણયને સ્વીકાર્યો ન હતો.
9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે લાંબી સુનાવણી પછી અયોધ્યામાં મંદિર-મસ્જિદ વિવાદ પર પોતાનો ચુકાદો આપ્યો હતો. 100 વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા આ વિવાદને તત્કાલીન ચીફ જસ્ટિસ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બંધારણીય બેંચે ચુકાદો આપ્યો હતો કે, વિવાદિત જમીન પર હિંદુઓનો અધિકાર છે. આ સાથે સરકારને મુસ્લિમ પક્ષને અલગથી 5 એકર જમીન આપવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. જો કે આ નિર્ણય પછી પણ અનેક રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટમાં તમામ અરજીઓ ફગાવી દેવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp