પપ્પાએ મારું યૌન શોષણ કર્યું, ડરીને બેડની નીચે સંતાઈ જતી હતીઃ સ્વાતિ માલીવાલ

PC: siasat.com

દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે શનિવારે સનસની મચાવતો દાવો કર્યો છે. તેણે તેના પિતા પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. સ્વાતિએ કહ્યું- જ્યારે હું બાળકી હતી ત્યારે પિતા મારું યૌન શોષણ કરતા હતા. તેઓ મને મારતા હતા, જેને કારણે હું ડરીને બેડની નીચે સંતાઈ જતી હતી. તેઓ જ્યારે ઘરે આવતા ત્યારે ખૂબ જ ડર લાગતો હતો. હું ખૂબ જ નાની હતી. હું ઘણીવાર બેડની નીચે સંતાઈ જતી હતી અને આખી રાત પ્લાનિંગ કરતી હતી કે મહિલાઓને કઈ રીતે તેમનો અધિકાર અપાવવાનો છે. બાળકીઓ અને મહિલાઓનું શોષણ કરનારાઓને પાઠ ભણાવીશ.

સ્વાતિએ આગળ કહ્યું- મને હજુ સુધી યાદ છે. જ્યારે તેઓ મને મારતા હતા તો મારા વાળ પકડતા હતા અને દીવાલ પર જોરથી માથુ મારી દેતા હતા, જેને કારણે ઈજા થતી હતી અને લોહી પણ નીકળતું હતું. ખૂબ જ દુઃખાવો થતો હતો. પરંતુ, મારું એવુ માનવુ છે કે જ્યારે એક વ્યક્તિ ઘણો બધો અત્યાચાર સહન કરે છે ત્યારે જ તે બીજાઓનું દુઃખ સમજી શકે છે. ત્યારે જ તેની અંદર એક એવી આગ સળગે છે, જેના કારણે તે સમગ્ર સિસ્ટમને હલાવી દે છે. કદાચ મારી સાથે પણ એ જ થયુ અને અમારા જેટલા પણ એવોર્ડી છે, તેમની પણ આ જ સ્ટોરી છે.

સ્વાતિએ કહ્યું- આ ઘટના ત્યારની છે, જ્યારે હું ખૂબ જ નાની હતી. જ્યારે હું ધોરણ 4માં ભણતી હતી, ત્યાં સુધી હું પિતા સાથે રહી. ત્યાં સુધી આવુ ઘણીવાર થતું રહ્યું.

જણાવી દઈએ કે, સ્વાતિ માલીવાલ દિલ્હી મહિલા આયોગ (DCW)ની અધ્યક્ષ છે. 2021માં સ્વાતિને સતત ત્રીજીવાર DCWની જવાબદારી સોંપવામાં આવી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી મહિલા આયોગની હાલની ટીમને બીજી ટર્મ આપવાના નિર્ણય પર સહમતિ વ્યક્ત કરી હતી. સ્વાતિ 2015થી સતત દિલ્હી મહિલા આયોગની પ્રમુખ છે. હાલમાં જ સ્વાતિ ત્યારે ચર્ચામાં આવી હતી, જ્યારે તેણે દિલ્હીના રસ્તા પર મહિલાઓની સુરક્ષાને લઈને કાયદો-વ્યવસ્થાનો હાલ જાણવાનો દાવો કર્યો હતો. સ્વાતિએ ટ્વિટ કરીને જણાવ્યું હતું- મોડી રાત્રે તે દિલ્હીમાં મહિલા સુરક્ષાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી હતી. ત્યારે જ એક ગાડીવાળાએ નશાની હાલતમાં તેની છેડતી કરી. જ્યારે તેણે તેને પકડ્યો તો ગાડીના કાચમાં તેનો હાથ બંધ કરીને ચાલકે તેને ઘસડી. માલીવાલે આગળ કહ્યું કે, ભગવાને જીવ બચાવ્યો. જો દિલ્હીમાં મહિલા આયોગની અધ્યક્ષ જ સુરક્ષિત નથી, તો હાલત વિચારી લો.

જણાવવામાં આવ્યું હતું કે, સ્વાતિને કાર ચાલકે 10થી 15 મીટર સુધી ઘસડી હતી. ઘટના દિલ્હી એમ્સની પાસેની હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. જોકે, BJPએ આ સ્ટ્રિંગ ઓપરેશનને લઈને સવાલો ઉઠાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp