લોકસભાની ચૂંટણી લડીશ તો ઉન્નાવથી જ નહીં તો, સાક્ષી મહારાજની ભાજપને ચિમકી

પોતાના વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતા અને બેફામ વાણી વિલાસ માટે જાણીતા સાક્ષી મહારાજે ભાજપને ચિમકી આપી છે.

ઉન્નાવ જિલ્લાના સાંસદ સાક્ષી મહારાજે 2024ની લોકસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે તેઓ ઉન્નાવ લોકસભા બેઠક પરથી જ ચૂંટણી લડશે. આ પહેલીવાર નથી જ્યારે સાક્ષીએ પાર્ટીને સીધી ચેતવણી આપી હોય. અગાઉની લોકસભા ચૂંટણીમાં પણ તેમણે કહ્યું હતું કે ટિકિટ કાપવામાં આવશે તો પરિણામ ખરાબ આવશે.

પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રેહતા ભાજપના ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું છે કે લોકસભાની ચૂંટણી લડીશ તો માત્ર ઉન્નાવ થી જ લડીશ, નહીં તો હરિદ્રારમાં આરામ કરીશ. આ પહેલાં વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ટિકીટ કપાવવાની ચર્ચા પર સાક્ષી મહારાજે ભાજપને ધમકી આપી હતી કે જો મારી ટિકીટ કપાશે તો તેનો અંજામ ખરાબ આવશે. તે વખતે સાક્ષી મહારાજે ઉત્તર પ્રદેશના તત્કાલીન ભાજપ પ્રદેશ પ્રમુખ મહેન્દ્ર નાથ પાંડેયને પત્ર લખીને કહ્યુ હતું કે તેમની ટિકીટ કાપવમાં આવશે તો પાર્ટીએ ગંભીર પરિણામો ભોગવવા પડશે. સાથે તેમણે એમ પણ લખ્યું હતું કે, આ સંસદીય મત વિસ્તારમાં તેઓ એક માત્ર OBC ચહેરો છે.

બીજી તરફ સાંસદ સાક્ષી મહારાજે હિન્દુ રાષ્ટ્રીય મહાસભાના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાના નિવેદન પર કહ્યું કે, 'દેશમાં કૂતરા અને ગધેડાને અધિકાર છે, હિંદુઓને કોઈ માનવ અધિકાર નથી' અને કહ્યું કે વ્યક્તિની જેવી દ્રષ્ટિ હોય તેવી સૃષ્ટિ હોય છે.મુજબ, જો તમે લીલા ચશ્મા પહેરો તો બધું જ લીલું જ દેખાશે.

સાક્ષી મહારાજે અલીગઢના ધારાસભ્ય રહી ચૂકેલા હાજી ઝમીરના એક નિવેદનનો પણ જવાબ આપ્યો હતો. હાજી જમીર ઉલ્લા ખાને એવું નિવેદન આપ્યુ હતું કે બુરખા પર પ્રતિબંધુ મુકનારાને નગ્ન કરીને ફેરવવા. આ નિવેદન પર સાક્ષી મહારાજે કહ્યું કે મોટા ભાગના મુસ્લિમ રાષ્ટ્રોમાં બુરખા પર પ્રતિબંધ જ છે. હાજી જમીર યાદ રાખે કે અહીં બાબાનું બુલડોઝર તૈયાર જ છે.

તાજેતરમાં ફારૂક અબ્દુલ્લા દ્વારા રાહુલ ગાંધીની શંકરાચાર્ય સાથે સરખામણી પર સાક્ષી મહારાજે કહ્યું કે, બંને એક જ પરિવારના છે. એકબીજાના વખાણ કરવા એ તેમનો સ્વભાવ છે. બંને પરિવારોએ દેશને બરબાદ કર્યો છે. રાહુલ ગાંધી શીર્ષાસન પણ લગાવી દે તો પણ કોંગ્રેસને સંજીવની પુરી પાડી શકે તેમ નથી.

સાંસદ સાક્ષી મહારાજે કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણીમાં 350 બેઠકો જીતીને PM મોદી જંગી બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં 80માંથી 80 સીટો ભાજપના ખાતામાં જવાની છે.

About The Author

Related Posts

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.