હિંદુ રાષ્ટ્ર બનાવવા રાજકારણમાં પણ આવીશ, પ્રધાનમંત્રી બનવાની છે કોશિશ: પરમહંસ

PC: newstracklive.com

ભારતને હિંદુ રાષ્ટ્ર જાહેર કરવાની માંગ કરી રહેલા જગદગુરુ પરમહંસ દાસે ફરી એકવાર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો મારે ભારતને હિંદુ રાષ્ટ્ર તરીકે જાહેર કરવા માટે રાજકારણમાં જવાની જરૂર પડશે તો હું ચોક્કસ જઈશ કારણ કે હું રામ રાજ્યની સ્થાપના કરવા માંગુ છું. પરમહંસે શાહરૂખની ફિલ્મનો વિરોધ કરીને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. પઠાન ફિલ્મ રીલિઝ થવા બાબતે પણ ચિમકી આપી છે.

પરમહંસએ કહ્યું કે મોગલ કાળથી લઈને 2014 સુધી ભારતીય સંસ્કૃતિ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, કેન્દ્રમાં 2014માં સરકાર બદલાયા બાદ અમે સરકાર પર દબાણ કર્યું છે. અમે માંગ કરી હતી કે જે આપણી ભારતીય સંસ્કૃતિનો ઈતિહાસ છે. તેને પુનઃસ્થાપિત કરવો જોઈએ. આ પછી અમિત શાહે અમને કહ્યું કે ગુરુજી દેશને સત્ય બતાવો.

અયોધ્યાના જગદગુરુ પરમહંસ આટલેથી અટક્યા નહી અને કહ્યું કે મારી કોશિશ દેશના પ્રધાનમંત્રી બનવાની છે. તેમણે કહ્યુ કે ઘણા લોકો પોતાના પરિવાર માટે જીવે છે, પરંતુ હું મારા પોતાના દેશ માટે જીવું છું.

પરમહંસ એ પછી શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ પર પણ પોતાનું નિવેદન આપ્યું હતું. અયોધ્યાના સંત પરમહંસે કહ્યું કે, જો શાહરૂખ મને સામે મળી જશે તો તેને જીવતો સળગાવી દઇશ. તેમણે કહ્યું કે ફિલ્મમાં બેશરમ રંગ ગીતમાં ભગવા રંગનું અપમાન કરવામાં આવ્યું છે. પરમહંસે કહ્યું હતું કે આને લઇને અમારા સનાતન ધર્મના લોકો સતત વિરોધ કરી રહ્યા છે. અમે શાહરૂખ ખાનના પોસ્ટરો સળગાવ્યા 

જો મને ફિલ્મ જિહાદ સાથે જોડાયેલી લાગશે તો હું તેને પણ જીવતો સળગાવી દઇશ. પરમહંસે સાથે ચિમકી આપી કે જો પઠાન ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ થશે તો સિનેમાઘરોને પણ આગ લગાવી દઇશું.

હિંદુ સંસ્કૃતિના નામ પર સંતો આવા નિવેદનો આપે છે ત્યારે ખિન્ન ચઢી જાય છે. કોઇ પણ ધર્મના ગુરુઓ બેફામ નિવેદનો આપે તે ચલાવી જ ન લેવા જોઇએ.

આ પહેલા અયોધ્યામાં હનુમાન ગઢીના પૂજારી મહંત રાજુ દાસે પણ આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. તેણે શાહરૂખ પર સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું હતું કે બોલીવુડ અને હોલીવુડ બંને સનાતન ધર્મની આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp