IAS અભિષેકે આખરે રાજીનામું આપી દીધુ, પત્ની પણ અધિકારી છે, જાણો શું છે મામલો

ચર્ચિત IAS અધિકારીઅભિષેક સિંહે રાજીનામું આપી દીધું છે. ગુજરાત વિધાનસભામાં નિરીક્ષક તરીકે ફરજ બજાવતી વખતે અભિષેક સિંહે એક કારની સામે ફોટો ક્લિક કરીને ઈન્ટરનેટ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેના કારણે તેઓ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. અભિષેક સિંહની પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ IAS અધિકારી અને ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાની DM છે. અભિષેક સિંહ ફેબ્રુઆરી 2023 થી સસ્પેન્શન હેઠળ હતા.

જાણવા મળેલી માહિતી મુજબ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં IAS અભિષેક સિંહને ઓબ્ઝર્વર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ દરમિયાન ચાલુ ફરજે તેમણે સરકારી વાહનની આગળ ઉભા રહીને મોડલ તરીકેનો પોઝ આપ્યો હતો અને એ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હંગામો મચી ગયો હતો. વિધાનસભા ચૂંટણી દરમિયાન IAS અધિકારીનું વર્તન યોગ્ય ન ગણાતા તેમને નિરીક્ષકની ફરજ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જો કે, તે પછી અભિષેક સિંહે નિમણૂક વિભાગને જાણ કરી ન હતી. આ પછી, રાજ્ય સરકારે અધિકારીને સસ્પેન્ડ કરી દીધા અને તેમને રેવન્યુ કાઉન્સિલમાં જોડી દીધા. પરંતુ હવે તેમણે રાજીનામું આપી દીધું છે.

અભિષેક સિંહને વર્ષ 2015માં 3 વર્ષ માટે દિલ્હી સરકારમાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હતા. 2018 માં ડેપ્યુટેશનો સમયગાળો 2 વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો તે વખતે અભિષેક મેડિકલ લીવ પર ઉતરી ગયા હતા.એટલે દિલ્હી સરકારે તેને 19 માર્ચ 2020ના દિવસે IAS અભિષેકને તેમના કેડરમાં પાછા મોકલી આપ્યા હતા.. આ પછી પણ તેઓ લાંબા સમય સુધી ઉત્તર પ્રદેશની સેવમાં જોડાયા નહોતા.

10 ઓક્ટોબર, 2022 ના દિવસે, નિમણૂક વિભાગે IAS અભિષેક સિંહનો અભિપ્રાય માંગ્યો હતો, જેનો કોઈ જવાબ મળ્યો ન હતો. દરમિયાન, 30 જૂન, 2022 ના રોજ, અધિકારી UPમાં જોડાવા માટે સંમત થયા. IAS અધિકારી અભિષેક સિંહે દિલ્હીથી રીલિઝ થયા પછી પણ UPના ભરતી વિભાગમાં તેમના યોગદાનની જાણ કરી ન હતી. આ કૃત્યને અખિલ ભારતીય સેવા આચાર નિયમો 1968 ના નિયમ 3 ના ઉલ્લંઘન તરીકે ધ્યાનમાં લેતા, ઉત્તર પ્રદેશ સરકારે IAS અભિષેક સિંહને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા અને તેમને રેવન્યુ કાઉન્સિલમાં મોકલ્યા હતા.

2011ના બેચના IAS અધિકારી અભિષેક સિંહ ઉત્તર પ્રદેશના જૌનપુરના છે અને તેમના પત્ની દુર્ગા શક્તિ રાજપાલ પણ IAS ઓફિસર છે.

તાજેતરમાં જ અભિષેક સિંહે જૌનપુરમાં ગણેશોત્સનું આયોજન કર્યુ હતું, જેમાં મુંબઇના મોટાભાગના ફિલ્મી કલાકારો હાજર રહ્યા હતા. અભિષેક અનેક વીડિયોમાં અભિનય કરી ચૂક્યા છે.

અભિનયનો શોખીન અભિષેક સિંહ 'દિલ તોડ કે' ગીતથી રાતોરાત ચર્ચામાં આવ્યા હતા. ગીતકાર મનોજ મુન્તાશીર દ્વારા લખાયેલ અને પ્રખ્યાત ગાયક બી પ્રાક દ્વારા ગવાયેલા ગીત T-Series દ્વારા જુલાઈ 2020 માં રીલિઝ કરવામાં આવ્યું હતું. આ પછી, IAS અભિષેક ગાયક જુબિન નૌટિયાલના અવાજમાં રિલીઝ થયેલા ગીત 'તુઝે ભૂલના તો ચાહા’ માં જોવા મળ્યા હતા.

સાથે તેમણે OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સની વેબસીરિઝ ‘દિલ્હી ક્રાઇમ’ની સિઝન-2માં પણ કામ કર્યુ હતું. અભિષેક શોર્ટ ફિલ્મ 'ચાર પંદ્રહ'માં પણ જોવા મળ્યા હતા. જ્યારે આ વર્ષે માર્ચમાં, ઓફિસરમાંથી અભિનેતા બનેલા અભિષેક ગીતકાર જાની દ્વારા લખાયેલ અને હાર્ડી સંધુ દ્વારા ગવાયેલા ગીત 'યાદ આતી હૈ'માં પરફોર્મ કરતા જોવા મળ્યા હતા.

About The Author

Related Posts

Top News

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠાના જોખમની ચેતવણી આપી છે. તેમણે તાજેતરમાં આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બરમાં માવઠું પડી...
Gujarat 
ગુજરાતમાં આ તારીખથી બદલાશે વાતાવરણ, માવઠું પડશે.., અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત બુકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન થયું હતું. 'ચુનૌતીયાં મુઝે...
Gujarat 
નરેન્દ્રભાઇને મેં જ કહ્યું હતું કે, અમિતભાઇને ગૃહ મંત્રી બનાવોઃ આનંદીબેન પટેલ

આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક એવી ઘટના પ્રકાશમાં આવી છે, જેણે કૌટુંબિક સંબંધોને કલંકિત કર્યા છે. ટ્રાન્સ-યમુના પોલીસ સ્ટેશન...
National 
આવી ભાભી થોડી હોય... સરપ્રાઈઝના નામે નણંદની આંખો પર પટ્ટી બાંધી, પછી લોખંડના તવાથી 50 વાર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.