એક IAS રીતિકા જિંંદલની બદલી પર દેશભરમાં કેમ ભારે ચર્ચા થઇ રહી છે

PC: news18.com

હિમાચલ પ્રદેશમાં સોમવારે સરકારે 16 IAS અને એટલા જ HAS અધિકારીઓની બદલી કરી, જ્યારે 2 જિલ્લાના DC બદલવામાં આવ્યા છે, તો જિલ્લાઓમાં DCMને પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવ્યા છે, પરંતુ આ બદલીઓમાં સૌથી વધારે ચર્ચા થઈ રહી છે મંડીના SDM રીતિકા જિંદલની. તેમણે ચંબાના પાંગીમાં પોસ્ટિંગ માટે હા પાડી છે. વર્ષ 2019 બેચના યુવા IASને જ્યારે સરકારે પૂછ્યું કે શું તમે ચંબાના પાંગીમાં પોતાની સેવાઓ આપવા માગશો? તો યુવા IASએ તેના માટે તાત્કાલિક હા પાડી દીધી.

સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા બદલીના આદેશોમાં SDM સદર IAS રીતિકા જિંદલને પ્રમોશન સાથે પાંગી બદલી કરી દેવામાં આવી છે. રીતિકા જિંદલ હવે ચંબા જિલ્લાના દુર્ગમ ક્ષેત્ર પાંગીમાં રેસિડેન્ટ કમિશનર તરીકે પોતાની સેવાઓ આપશે. જ્યારે આ બાબતે રીતિકા જિંદાલ સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, બદલીના આદેશો અગાઉ સરકાર કેટલાક ઓપ્શન માગે છે.

મને પાંગીમાં સેવાઓ આપવા માટે પૂછવામાં આવ્યું તો મેં તેના માટે તાત્કાલિક હા પાડી દીધી કેમ કે આમ પણ ટ્રાઈબલ વિસ્તારોમાં સેવાઓ આપવાનું અનિવાર્ય હોય છે એટલે મેં આ ઑપ્શનનો સ્વીકાર કર્યો. તેમણે આગળ કહ્યું કે, જો હું તેની વિરુદ્ધ કહું તો સરકાર માટે કામ કરવાનું હોય છે અને સરકાર અમને જ્યાં પણ તૈનાત કરે, અમારે પોતાની સેવાઓ આપવાની છે એટલે પણ નકારવાળો કોઈ વિષય જ નહોતો.

મને એ વાતની ખુશી છે કે, મંડીમાં SDM તરીકે લોકોનો ખૂબ પ્રેમ અને સહયોગ મળ્યો. હવે ટ્રાઈબલ ક્ષેત્રોની સમસ્યાને નજીકથી સમજવા અને તેમના સમાધાનનો અવસર મળ્યો છે. ઉલ્લેખનીય છે કે હિમાચલનાં ચંબાનો પાંગી વિસ્તાર ખૂબ અંતરિયાળ છે. શિયાળાના દિવસોમાં પૂરા 6 મહિના સુધી આ વિસ્તાર બાકી વિશ્વથી કપાઈને રહે છે. અહી ઘણા ફૂટ બરફ વધે છે. અહીં એક મહત્ત્વની વાત એ પણ છે કે જ્યારે પાંગીમાં બદલીને ‘કાળા પાણી’ તરીકે જોવામાં આવે છે.

ગત સમયમાં કોઈ પણ સરકારી કર્મચારીને સજા તરીકે લાહોલ સ્પિતીના કાજા કે પછી પાંગી મોકલવામાં આવ્યા હતા, પરંતુ અહીં રીતિકા જિંદલે પોતે પોસ્ટિંગમાં હા પાડી છે. વર્ષ 2019ની બેચના IAS અધિકારી રીતિકા જિંદલ પંજાબના મોગાના રહેવાસી છે. માત્ર 22 વર્ષની ઉંમરમાં રીતિકા IAS બની ગયા હતા. તેમણે 88 મો રેન્ક હાંસલ કર્યો હતો. જ્યારે રીતિકા IASની તૈયારી કરી રહ્યા હતા તો એ સમયે તેમના પિતાનું સ્વાસ્થ્ય સારું નહોતું. રીતિકાએ વિપરીત પરિસ્થિતિઓથી ઝઝૂમતા IASની તૈયારી કરી અને આ પરીક્ષા પાસ કરીને દેખાડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp