15 સદીનું સ્મારક તોડી બંગલો બનાવ્યો. IAS અધિકારીને કરી દેવાયા સસ્પેન્ડ
15મી સદીના સ્મારકને તોડીને સરકારી આવાસ બનાવવાના મામલામાં હોમ મિનિસ્ટ્રીએ 2007ની બેચના IAS અધિકારી પર મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીમાં એક સ્મારક તોડીને સરકારી આવાસ બનાવનારા આરોપી IAS અધિકારી ઉદિત પ્રકાશ રાયને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમની સામે વિભાગીય કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. તો સાથે હોમ મિનિસ્ટ્રીએ એક અન્ય આદેશમાં જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં વિભિન્ન પદો પર તૈનાત IPS અધિકારી બસંત રથનું સસ્પેન્સન 6 મહિના માટે વધારી દેવામાં આવ્યું છે.
આદેશ વિના હેડક્વાર્ટર છોડી શકશે નહીં
હોમ મિનિસ્ટ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર, ઉદિત પ્રકાશ રાય સામે વિભાગીય કાર્યવાહી કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, સસ્પેન્સનના સમય દરમિયાન 2007ના એજીએમયૂટી કેડરના અધિકારી ઉદિત રાયનું હેડક્વાર્ટર મિઝોરમ રહેશે અને તેઓ પરવાનગી વિના તેમનું હેડક્વાર્ટર છોડી શકશે નહીં.
2022માં ઓગસ્ટ મહિનામાં દિલ્હીના નાયબ રાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ કરપ્શનના બે કેસોમાં એક કાર્યકારી ઈજનેરને અનુચિત લાભ આપવા માટે કથિત પણે 50 લાખ રૂપિયા લાંચ લેવા માટે રાય વિરુદ્ધ કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી.
15મી સદીનું સ્મારક તોડી સરકારી બંગલો બનાવ્યો
ઉદિત રાય પર આરોપ છે કે તેમણે દિલ્હી જળ બોર્ડ(DJB)ના મુખ્ય કાર્યકારી અધિકારીના પદ પર રહેતા સમયે 15મી સદીનું એક સ્મારક તોડી પડાવ્યું અને તેના પર સરકારી આવાસનું નિર્માણ કરાવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં જ એક મહેલને ધ્વસ્ત કરીને સરકારી આવાસના નિર્માણ કરવા માટે દિલ્હી સરકારે IAS અધિકારી રાયને નોટિસ મોકલી હતી.
DAMBના ઉપાધ્યક્ષના રૂપમાં પોતાના કાર્યકાળ દરમિયાન ઉદિત રાયે આવક કરતા વધારે સંપત્તિના મામલામાં સરકારી ઈજનેર પીએસ મીણાને છોડી દીધા હતા. એક કેસમાં તેમનો દીકરો અને બીજામાં તેની પત્નીની સંલિપ્તાની વાત કહેવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે તેઓ દિલ્હી જળ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારીના રૂપમાં પોતાના કાર્યકાળ સમયે 15મી સદીનું એક સ્મારક ધ્વસ્ત કર્યા પછી સરકારી આવાસના નિર્માણમાં કથિતપણે સામેલ હતા.
IAS અધિકારી સામે IP સ્ટેટ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. હોમ મિનિસ્ટ્રીએ કહ્યું કે, ભારતના રાષ્ટ્રપતિ અખિલ ભારતીય સેવા નિયમ 1969ના નિયમ 3 હેઠળ પોતાની શક્તિનો પ્રયોગ કરતા ઉદય પ્રકાશ રાયને તત્કાલ પ્રભાવથી સસ્પેન્ડ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp