IASના દાદા-દાદીએ આપઘાત કર્યો, 30 કરોડની સંપત્તિ છતા બે રોટલી ખાવા નહોતી મળતી

PC: digitalbhoomi.news

30 કરોડની સંપત્તિ હોવા છતા પુત્ર, પુત્રવધુઓ અને ભતીજાએએ વૃદ્ધ દંપતિ પર એટલો જુલમ ગુજાર્યો કે તેમણે આત્મહત્યા કરી લેવી પડી. વૃદ્ધે સ્યુસાઇડ નોટમાં જે લખ્યું છે તે વાંચીને આંખમાંથી આંસુ સરી પડશે.

હરિયાણાના ચરખી દાદરીમાં પરિવાર દ્વારા થતી હેરાનગતિના કારણે વૃદ્ધ પતિ-પત્નીએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે. તેમના પૌત્ર વિવેક આર્ય IAS ઓફિસર છે. ઘટના બાદ પોલીસે તેના એક પુત્ર, બે પુત્રવધુઓ અને ભત્રીજા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. IASના દાદા-દાદીએ સ્યુસાઇડ નોટમા લખ્યું છે કે, મારા પુત્રો પાસે 30 કરોડની સંપત્તિ છે, પરંતુ આપવા માટે બે રોટલી નથી.

મૃતક પતિ-પત્નીની ઓળખ 78 વર્ષના જગદીશચંદ્ર આર્ય અને 77 વર્ષના ભાગલી દેવી તરીકે થઈ છે. બંને મૂળ ગોપી ગામના રહેવાસી છે અને હાલમાં તેમના પુત્ર સાથે બાઢડામાં રહેતા હતા. ગઇ કાલે રાત્રે અઢી વાગ્યાના સુમારે તેમણેબાઢડા ખાતે પુત્ર વિરેન્દ્રના ઘરે ઝેર ખાઇને જીવન ટુંકાવી દીધું હતું. પોલીસને સ્યુસાઇડ નોટ મળી છે, જેમાં ચોંકાવનારી વાત લખવામાં આવી છે.

આપઘાતની પરિવારને જાણ થતાં 112 નંબર ડાયલ કરીને પોલીસને બોલાવવામાં આવી હતી. બાદમાં બાઢડા પોલીસ સ્ટેશન પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પોલીસ તપાસ કરી રહી છે. દંપતિ તેમના પુત્ર વિરેન્દ્ર સાથે રહેતા હતા અને વિરેન્દ્રનો પુત્ર વિવેક આર્ય 2021 બેચના IAS અધિકારી છે.

સ્યુસાઇડ નોટમાં જગદીશચંદ્ર આર્યએ લખ્યું છે કે, હું જગદીશચંદ્ર આર્ય તમને મારું જણાવું છું, મારા પુત્રો પાસે બઢડામાં 30 કરોડની સંપત્તિ છે, પરંતુ તેમની પાસે મને આપવા માટે બે રોટલી નથી. હું મારા નાના પુત્ર સાથે રહેતો હતો. 6 વર્ષ પહેલા તેનું અવસાન થયું હતું. કેટલાક દિવસો સુધી તેની પત્નીએ અમને ખાવાનું આપ્યું હતું,  પરંતુ બાદમાં તે મારા ભત્રીજા સાથે મળીને ખોટો ધંધો કરવા લાગી હતી.

જ્યારે મેં તેનો વિરોધ કર્યો ત્યારે તેને ગમ્યું નહીં.  કારણકે, તેમને ખબર હતી કે મારા રહેવા પર તેઓ ખોટું કામ કરી શકવાના નથી. મારી પુત્રવધુ અને ભત્રીજાએ મને માર મારીને ઘરમાંથી કાઢી મુક્યો હતો અને હું બે વર્ષ સુધી અનાથાશ્રમમાં રહ્યો અને જ્યારે પાછો આવ્યો તો ઘર પર તાળું હતું. આ સમય દરમિયાન મારી પત્નીને લકવો થયો અને અમે અમારા બીજા પુત્ર સાથે રહેવા ચાલ્યા ગયા હતા.

હવે મોટો પુત્ર પણ અમને રાખવાની ના પાડી અને મને વાસી લોટની રોટલી અને બે દિવસનું દહી આપવાનું શરૂ કરીને હેરાનગતિ શરૂ કરી હતી.  આ બધાથી પરેશાન થઇને અમે બંને જણાએ સલ્ફાસની ગોળી ખાઇને મોતને વ્હાલું કરી રહ્યા છીએ. જગદીશ આર્યએ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે મારા મૃત્યુનું કારણ મારી બે પુત્રવધૂ, એક પુત્ર અને એક ભત્રીજો છે. આ ચારેએ મારા પર જેટલો જુલમ કર્યો તેટલો જુલમ કોઈ સંતાન પોતાના માતા-પિતા સાથે ન કરે.

જગદીશચંદ્ર આર્યએ છેલ્લે લખ્યુ કે, જે સાંભળતા હોય તેમને મારી પ્રાથર્ના છે કે મા-બાપ પર આટલો જુલમ ન કરવો જોઇએ. મારી સરકાર અને સમાજ તેમને દંડ આપી ત્યારે મારા આત્માને શાંતિ મળશે. તેમણે લખ્યું કે, મારી જે જમા મૂડી બેંકમાં 2 એફડી છે અને બાઢડામાં મારી એક દુકાન છે  તે આર્ય સમાજ બાઢડાને આપી દેવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp