શું UPની સરકારી શાળાના ભોજનમાં આઇસક્રીમ, ફળ અને પનીરનું શાક મળે છે? જાણો હકીકત

PC: bhaskar.com

રોજીંદા ભોજનની પ્લેટ સાથે એક સરકારી શાળાના બાળકનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. રોજિંદા ભોજનની થાળીમાં પૂરી, પનીરનું શાક, સલાડ, મિલ્કશેક અને આઈસ્ક્રીમ જોવા મળે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફોટો UP ની એક સરકારી શાળાનો છે. ઉત્તર પ્રદેશ સરકાર સરકારી શાળાઓમાં બાળકોને આવું રોજનું ભોજન આપે છે.

 

ऐसा खाना ठीक ठाक कमाने वाला प्रतिदिन नहीं खाता होगा जैसा उत्तर प्रदेश के सरकारी स्कूलों के मिड डे मिल में @myogiadityanath जी की सरकार दे रही है
आभार महादेव जो महराज जी जैसा मुख्यमंत्री दिया हमें🙏🙏🙏#ये_मेरा_उत्तरप्रदेश_है#योगीराज_रामराज्य pic.twitter.com/LZFnLjbiiu

— श्रद्धा सुमन राय 🇮🇳🇮🇳 (@raishraddha61) September 1, 2022

એક યુઝરે ફોટો શેર કર્યો અને લખ્યું - આ પ્રકારનું જમવાનું સારી કમાણી કરનાર વ્યક્તિ નહીં ખાતો હોય, જેવું ઉત્તર પ્રદેશની સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જીની સરકાર આપી રહી છે.

અન્ય એક યુઝરે લખ્યું- મહારાજ જીના ઉત્તર પ્રદેશમાં એક જ ખામી છે કે મહારાજ જી નથી જાણતા કે તેનો પ્રચાર કેવી રીતે કરવો.

વાયરલ ફોટોનું સત્ય જાણવા માટે અમે ગૂગલ પર રિવર્સ સર્ચ કર્યું. સર્ચ રિઝલ્ટમાં અમને નવભારત ટાઈમ્સની વેબસાઈટ પર ફોટો ન્યૂઝ સાથે જોવા મળ્યો.

વેબસાઈટ અનુસાર, આ ફોટો જાલૌનના મલકપુરા ઉચ્ચ પ્રાથમિક શાળાનો છે. જ્યાં બાળકોને મધ્યાહન ભોજનમાં વિવિધ પ્રકારની વાનગીઓ પીરસવામાં આવે છે. આ કામ મલકપુરાના પ્રધાન અમિત સ્કૂલ મેનેજમેન્ટ સાથે મળીને કરે છે.

તપાસના આગળના તબક્કામાં અમે મલકપુરાના પ્રધાન અમિતનો સંપર્ક કર્યો. તેમણે ભાસ્કરને જણાવ્યું કે ફેબ્રુઆરી 2022 થી મલકપુરા ઉચ્ચ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનને સુધારવા માટે એડ ઓન કોન્સેપ્ટ શરૂ કરવામાં આવ્યો હતો.

એડ ઓન કોન્સેપ્ટમાં, અમે સરકાર દ્વારા આપવામાં આવેલા ફૂડ મેનુમાં ઘણી વસ્તુઓ ઉમેરી છે. અમે ફળમાં સફરજન ઉમેર્યું છે, શાકમાં મટર પનીર, સલાડને દરરોજ કરી દીધું છે. અમે દૂધને બદલે મિલ્કશેક પણ ઉમેર્યું.

અમિતે વધુમાં કહ્યું કે, 1 જુલાઈથી અમે તિથિ કોન્સેપ્ટ શરૂ કર્યો છે. આ અંતર્ગત જે લોકો પોતાની રાજી ખુશીથી બાળકો માટે જે પણ કરવા માંગે છે અથવા આપવા માંગે છે તે આપી શકે છે.

મિડ ડે મીલના એડ ઓનના બજેટ માટે ઘણા લોકો મદદ કરે છે. હવે વાત આવે છે કે આ મધ્યાહન ભોજન સરકારનું છે કે અમારું, તો ના તો તે સરકારનું છે અને ન તો તે આમારું છે.

મધ્યાહન ભોજનની પ્રાથમિક જરૂરિયાતો એમને સરકાર આપે છે, જેમ કે રસોડું, રસોઈ બનાવવા વાળા, ખાદ્યપદાર્થો. તેને વધુ સારું બનાવવા માટે, અમે લોકોની મદદથી એડ ઓન કરવાનું શરૂ કર્યું. આ પ્રકારનું મધ્યાહન ભોજન ઉત્તર પ્રદેશમાં ફક્ત અમારી શાળામાં જ મળે છે.

તે સ્પષ્ટ છે કે વાયરલ ફોટાને લઈને સોશિયલ મીડિયા પર જે દાવો કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે. ફોટામાં બાળકની થાળીમાં દેખાતું મધ્યાહન ભોજન, મલકપુરાના પ્રધાન અમિતે તેને સરકારના મૂળભૂત મધ્યાહન ભોજનમાં ઉમેર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp