મને મરી જવાનું પસંદ, પણ ભાજપ સાથે જવાનું નહીં: CM નીતિશ કુમાર

PC: livemint.com

બિહારમાં સત્તાધારી જનતા દળ યુનાઇટેડ (JDU)માં મચેલા રાજકીય ધમાસણ વચ્ચે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. નીતિશ કુમારે કહ્યું કે, છેલ્લા શ્વાસ સુધી ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે નહીં જઇએ. મને મરી જવાનું પસંદ છે, પરંતુ ભાજપ સાથે જવાનું નહીં. અમે લોકો અટલજીને માનનારા લોકો છીએ. તેમણે દાવો કર્યો કે, અમે ભાજપને છોડી દીધી હતી, પરંતુ બળજબરીપૂર્વક પાછળ પડતા સાથે આવ્યા.

વર્ષ 2020માં અમે તો મુખ્ય મંત્રી બનવા માગતા નહોતા, પરંતુ તેમણે જે કર્યું તે બધાએ જોયું. અમે લોકોએ તેમને એટલી ઇજ્જત આપી. મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, એક વખત ચૂંટણી તો થવા દો, બધાને ખબર પડી જશે કે કોની કેટલી સીટ આવે છે. નીતિશ કુમારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પાર્ટીના નેતા ઉપેન્દ્ર કુશવાહ સતત તેમના પર નિશાનો સાધી રહ્યા છે.

ઉપેન્દ્ર કુશવાહે દાવો કર્યો હતો કે, જનતા દળના મોટા નેતા ભાજપના સંપર્કમાં છે. આ અગાઉ જ્યારે ઉપેન્દ્ર કુશવાહ AIIMSમાં દાખલ થયા હતા, તો તેમની તસવીર પણ કેટલાક ભાજપના નેતાઓ સાથે સામે આવી હતી. ત્યારબાદ ઉપેન્દ્ર કુશવાહના ભાજપમાં સામેલ થવાના અનુમાન લગાવવામાં આવવા લાગ્યા હતા. જો કે, કુશવાહે કહ્યું કે, તેઓ જનતા દળ છોડીને જવાના નથી.

આ અગાઉ બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે, હવે ભાજપ કોઇ પણ કિંમત પર નીતિશ કુમાર સાથે સમજૂતી નહીં કરે. સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે, પ્રદેશ કાર્યસમિતિમાં બિહાર પ્રભારી વિનોદ તાવડે પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે નીતિશ કુમાર કોઇ પણ ગઠબંધન માટે ભાર બની ચૂક્યા છે. નીતિશમાં વોટ ટ્રાન્સફર કરવાની ક્ષમતા સમાપ્ત થઇ ચૂકી છે. વર્ષ 2020માં જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં પ્રચાર ન કર્યો હોત તો JDU 15 સીટ પણ જીતી ન શકતી. નીતિશ જતા રહેવાથી ભાજપ ખુશ છે.

નીતિશ કુમારે ભાજપના નેતાઓના એ નિવેદન પર પલટવાર કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપ હવે જનતા દળ કે નીતિશ કુમાર સાથે ક્યારેય ગઠબંધન નહીં કરે. તેની જાહેરાત બિહારના પ્રભારી વિનોદ તાવડેએ કરી. ત્યારબાદ સુશીલ મોદીએ મીડિયાને એ વાતની જાણકારી આપી. તેમણે કહ્યું કે, નીતિશ કુમારે બધા સાથે છળ કર્યું છે. નીતિશ કુમારે લાલુ યાદવ, જોર્જ ફર્નાન્ડીઝ, શરદ યાદવ સાથે છળ કર્યું. અંતમાં ભાજપને પોતાની શિકાર બનાવી. તેમણે જનાદેશનું અપમાન કર્યું. તેની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ અપમાનિત કર્યા એટલે હવે ભવિષ્યમાં તેમની સાથે ભાજપ ક્યારેય નહીં જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp